________________
( ૪૮ ) ત્યાં વૈતરણી આદિ નદીઓ છે, તે પણ મહા દુર્ગધય છે. ત્યાંના ઝાડના પાન પણ, તીક્ષણ તરવારની ધાર જેવાં છે.
એમ એકંદરેએ સર્વે નારકીની ભૂમિ દુઃખકારી દુખમય રેગ સેગથી ભરેલી છે. - પ્રતિક્ષણે આહારની ઈચ્છા તે પ્રદીપ્ત અગ્નિ કરતાં પણ ઘણી હોય, તેને અઢીદ્વીપના અન્ન તથા વૃત આપીએ તો પણ તેની ક્ષુધા માટે જ નહીં.
સમસ્ત–સમુદ્ર, નદી, તળાવના પાણી આપીએ તો પણ, તેના કંઠ સુકાતાને સુકાતા જ રહે.
ત્યાં હમેશાં–પરવશપણું હુડકસંસ્થાન અને ઉંટના સરખી ચાલવાની ગતિ હેાય છે.
ત્યાં અહીંના કરતાં અનંતગુણો તાવ અને શરીરે હમેશાં અત્યંત દાહ હોય છે.
ત્યાં ભય, શેક વધારે હોય. તેમનું વિભંગ જ્ઞાન પણ તેમને દુઃખદાયી જ થાય છે. છે અને અન્ય વેદના—બે પ્રકારની છેએક શસ્ત્ર વેદના બીજી શરીર વેદના–એક સભ્યદ્રષ્ટિ બીજે મિથ્યાત્વદ્રષ્ટિ–ત્યાં જેમ એક ભીલને કુતરે તે બીજા વણઝારાના કુતરાને દેખી, અત્યંત ક્રોધ કરી સામે લડવા આવે અને નખે તથા દાંતે કરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી હોય તે, વિર્ભાગજ્ઞાને કરી બીજા નારકીને દૂરથી આવતે દેખી, ક્રોધ કરી અત્યંત રૌદ્ર એવું વૈક્રિય રૂપ કરે અને પોત પોતાના નરકાવાસાના પૃથ્વીના સ્વભાવેત્પન્ન હથિઆર, વા નવા વિક્લ્ય એવા ત્રિશૂલ અને ભાલા પ્રમુખ, વા હાથ, પગ, દાંત, નખે કરી મહેમાહે પ્રહાર કરે તે પ્રહાર કરી પીડા પામેલા તે લેહીના કાદવમાં આળોટતા રૂદન કરે મહા ભયંકર શબ્દો મૂકે. સમ્યફદ્રષ્ટિ નારકી હોય તે પોતાના પૂર્વ કૃત્ય પાપને સ્મરણ કરી બીજા નારકીથી થએલું દુ:ખ સભ્યપ્રકારે સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં. પાંચમી નર્ક સુધી શસ્ત્રવેદના હોય અને શરીરવેદના તે છઠી નર્ક સુધી હોય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org