________________
( ૩૪ )
તેમના ભેદની સમજ પૃથ્વીકાયના ભેદ–સ્ફટિક, મણિ રત્ન, પરવાળાં, હીંગક, હડતાલ, મણસિલ, પારે, તે સાતે ધાતુ (સોનુ, રૂપ, તાંબુ, પીતળ, જસત, સીસુ, લોઢું,) ખડી, રમજી, પથ્થરના કકડા સાથે લાગેલી ધળી માટી, પારેવો પાષાણ, પાંચ જાતિ અબરખ, તે જંતુરી, ઊસ, સુરમે, સીંધવ, સાજીખાર, કાચલવણ, સમુદ્રમાં થતુ મીઠું, ઇત્યાદિક પૃથ્વીકાયના ભેદ છે.
અપકાયના ભેદ-કુવા, વાવ વિગેરેનું તે ભૂમીનું પાણી, આકાશનું પાણી તે વરસાદથી તળાવ વિગેરે ભરાય છે તે, ઠારનું હીમનું, કરાનું, ઘાસનુ તે ઘાસ ઉપર પડેલું, ઝીણી ઝીણી ફરફર આવે છે તે ધુમરીનું, જેના આધારે નરક પૃથ્વી અને દેવતાઓના વૈમાન રહ્યા છે તે ઘને દધીનું પાણું ઈત્યાદિક અપકાયના ભેદ છે.
તેઉકાયના ભેદ–અંગારાને અગ્નિ, જ્વાલાને અગ્નિ, ભરસાડને અગ્નિ, કઈ વખતે આકાશમાં અગ્નિની વૃષ્ટિ થાય છે તે ઉલકાપાતને અગ્નિ, બે લેઢા ભેગાં કરી ઘસે તેમાંથી ઝરે તે વજન અગ્નિ, અરણ, બોરડી વિગેરેના લાકડા સાથે ઘસવાથી ઝરે તે કાષ્ટને અગ્નિ, કેઈ વખતે આકાશમાંથી તણખા ઉડે છે તે કણયાને અગ્નિ, વીજળી પડે તે વીજળીને ઈત્યાદિક તેઉકાયના ભેદ છે.
વાયુકાયના ભેદ–કઈ પણ વસ્તુને ઉચે ઉછાળે તે ઉદભ્રામક વાયુ, કોઈ પણ વસ્તુ નીચે નાંખીદે તે ઉત્કલીક વાયુ, ચકર ખાઈ
૧ આ પૃથ્વી છ પ્રકારની છે તેના નામ–૧ સુંવાળી, ૨ શુદ્ધ, (કુમારમૃતિકા) ૩ રેતી, ૪ મણશીલ, ૫ પથ્થરના કાંકરા, અને ૬ કઠણ–તેમ તેનું અનુક્રમ આયુ પણ છ પ્રકારે છે, તેના નામ–૧ એક હજાર ૨ બાર હજાર, ૩ ચિદ હજાર, ૪ સેળ હજાર, ૫ અઢાર હજાર, અને ૬ બાવીશ હજાર.
૨ પૃથ્વીકાયે સંજ્ઞા-પારાના કુવા હોય છે, તેમાંથી પાર કાઢ હોય ત્યારે, એક સ્ત્રીને ત્યાં લઈ જાય, ત્યાં જઈ તે સ્ત્રી કુવામાં જુવે, એટલે પારે એકદમ ઉછલી બહાર આવે તે પહેલાં તે સ્ત્રી ઘોડેસવાર થઈ નાસી જાય, નહી તે તેને કુવામાં તાણી જાય આ પ્રમાણે પૃથ્વીકાય વિષે સંજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org