________________
( ૩૬ ) વનસ્પતિકાય વિષે દશ સંજ્ઞા છે.
મનહર છંદ. વૃક્ષે જળાહાર સંજ્ઞા લજજાવંતિ ભય સંજ્ઞા,
વેલ નિજ તંતું વિંટે પરિગ્રહ ઠાણવી. કુરબક વૃક્ષ તે તો નારી આલિંગને ફળે,
તેથી તેને મિથુનની સંજ્ઞા મને માનવી. કોધ કંદ હુંકારથી ક્રોધ સંજ્ઞા તેને કહી,
રૂદતી રૂવે છે દુદખે તેની રહી જાણવી; માન કર્યો તેથી તેને માન સંજ્ઞા કહી માને,
ફળ કુલ ઢાંકે વેલ માયાની પ્રમાણવી. બિલ્વને પલાસ વૃક્ષો ધનના ઊપર ઊગે,
નીજ મૂળે ધન ઢાંકે લેભની લેખાય છે; કમળો સંકેચ પામી રાત્રે કરમાઈ જાય,
ને દિવસે વિકસ્વરે લેકની મનાય છે. વેલ માર્ગ ત્યાગી વૃક્ષ ઉપર ચડે છે જુઓ,
એનાથી ત્યાં ઓઘ સંજ્ઞા જોગ તે જણાય છે; વનસ્પતિ કાયે કહી દશ તે લલિત સહી,
બીજી એકેંદ્રિય માંહી અસ્પષ્ટ કહાય છે. ૨ પ્રત્યેક વનસ્પતિકાય–જેવૃક્ષના એક શરીરને વિષે એક જીવ હોય, તેને પ્રત્યેક વનસ્પતિકાય કહીયે. ફળ, ફુલ, છાલ, લાકડાં, મૂળ, પાંદડાં અને બીજ, એ પ્રમાણે સાત પ્રકારે પ્રત્યેક વનસ્પતિકાય હોય છે.
તેના મૂળ લોદ તે ફળ અને બીજ બે છે, અને બાકીના પાંચ તો અંતરગત છે, તેમ તે સાતે સ્થાનને વિષે એક જીવપણું પણ છે, અથાત્ સમગ્ર વૃક્ષને એક જીવ જુદો હોય છે.
૧ દુનિયાના દુઃખથી રૂવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org