SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬ ) વનસ્પતિકાય વિષે દશ સંજ્ઞા છે. મનહર છંદ. વૃક્ષે જળાહાર સંજ્ઞા લજજાવંતિ ભય સંજ્ઞા, વેલ નિજ તંતું વિંટે પરિગ્રહ ઠાણવી. કુરબક વૃક્ષ તે તો નારી આલિંગને ફળે, તેથી તેને મિથુનની સંજ્ઞા મને માનવી. કોધ કંદ હુંકારથી ક્રોધ સંજ્ઞા તેને કહી, રૂદતી રૂવે છે દુદખે તેની રહી જાણવી; માન કર્યો તેથી તેને માન સંજ્ઞા કહી માને, ફળ કુલ ઢાંકે વેલ માયાની પ્રમાણવી. બિલ્વને પલાસ વૃક્ષો ધનના ઊપર ઊગે, નીજ મૂળે ધન ઢાંકે લેભની લેખાય છે; કમળો સંકેચ પામી રાત્રે કરમાઈ જાય, ને દિવસે વિકસ્વરે લેકની મનાય છે. વેલ માર્ગ ત્યાગી વૃક્ષ ઉપર ચડે છે જુઓ, એનાથી ત્યાં ઓઘ સંજ્ઞા જોગ તે જણાય છે; વનસ્પતિ કાયે કહી દશ તે લલિત સહી, બીજી એકેંદ્રિય માંહી અસ્પષ્ટ કહાય છે. ૨ પ્રત્યેક વનસ્પતિકાય–જેવૃક્ષના એક શરીરને વિષે એક જીવ હોય, તેને પ્રત્યેક વનસ્પતિકાય કહીયે. ફળ, ફુલ, છાલ, લાકડાં, મૂળ, પાંદડાં અને બીજ, એ પ્રમાણે સાત પ્રકારે પ્રત્યેક વનસ્પતિકાય હોય છે. તેના મૂળ લોદ તે ફળ અને બીજ બે છે, અને બાકીના પાંચ તો અંતરગત છે, તેમ તે સાતે સ્થાનને વિષે એક જીવપણું પણ છે, અથાત્ સમગ્ર વૃક્ષને એક જીવ જુદો હોય છે. ૧ દુનિયાના દુઃખથી રૂવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy