________________
( ૩૭ )
પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર, વ્રુક્ષ— આંબા, આંમલી, લીમડા વિગેરે. ગુરુચ્છ— રી’ગણી, કપાસ, તુળસી વિગેરેના છેડવા. ગુલ્મ— કારટ, નગાડ, મેાગરા, ગુલામ વિગેરે. લતા— મુન્નાગ, અશેાક, ચંપક, અતિમુક્ત અને મચકુદ વિગેરે વૃક્ષના આશ્રય વિનાના વેલા.
વલ્લી— કાળુ, કલિંગડ, કાકડી, તુંબડી, વિગેરે પસરેલી વેલે. પગા– જેની ગાંઠે વાવવાથી ઉગે તે શેલડી, સુગધી વાળા, સેવતી .વિગેરે.
તૃણ— ડાભ, ધરા, વિગેરે ઘાસની જાતિ. વલય—કેવડા, કેળ, સેાપારી, નાળીએર, ખજુર, તમાલવૃક્ષ વિગેરે.
હરિત—દરેક પ્રકારની શાખ ખાજી વિગેરે. ઔષધિ–ડાંગર, ઘઉં, જવ, વિગેરે ધાન્ય અન્ય વનસ્પતિ આદિ. જલરૂહ-કમળ, સેવાળ, સીંગાડાં વિગેરે પાણીમાં થનારા. કુહુણા—ખિલાડીના હાય વિગેરે ભૂમિફાડા વિગેરે. એ પ્રત્યેક
વનસ્પતિકાચના બાર ભેદ.
તેના આહારાદિકના વધુ ખુલાસા.
તે પૃથ્વીમાં રહેલા રસને! આહાર કરે છે. વર્ષાકાળમાં પાણી ઘણું હાવાથી ઘણા આહાર કરે છે, શરદ અને હેંમત ઋતુમાં ઘેાડા થાડા આહાર કરે છે, તે છેક વસંતઋતુ સુધી ઘેાડા થાડા આહાર કરે છે, ગ્રીષ્મઋતુમાં મિતાહારી હાય છે, ગ્રીષ્મમાં વૃક્ષા પત્ર પુષ્પ અને ફળાવડે જે મનેાહર દેખાય છે, તેનુ કારણ એ કે તેમાં ઉષ્ણુયેાનિવાળા જીવા વધારે ઉપજે છે.
સાધારણ કે પ્રત્યેક—દરેક વનસ્પતિકાય, ઉગતી વખતે સાધારણ હાય, અને પછી સાધારણ યા પ્રત્યેકરૂપે થાય છે, તે અપેક્ષાએ કેટલાક પ્રત્યેક વનસ્પતિના નામેા પણ આમા બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org