________________
: ૬૦ : શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રામતીને શીલવંતીમાં શ્રેષ્ઠ ગણવા ગ્ય છે, કે જેણે ગુફામાં પ્રથમથી આવી ચઢેલા અને મોહિત થયેલા રહનેમિને સંયમ માર્ગમાં પાછા સ્થાપિત કર્યા છે સ્થિર કર્યા છે.
શીલના પ્રભાવથી પ્રજવલિત કરેલે એ પણ અગ્નિ, ખરેખર જળરૂપ થઈ ગયે એવી જશ–પતાકા જેની જગમાં ફરકી રહી છે, એ સીતાદેવી જયવંતી વર્તે?
ચાલણીના જળવડે જેણે ચંપાનગરીનાં ત્રણ દ્વાર ઉઘાડ્યાં હતાં, તે સુભદ્રા સતીનું શીલ ચારિત્ર કોના ચિત્તને હરણું નથી કરતું ? (સુભદ્રાએ સાધુની આંખમાંથી તરણું કાઢયું તેનું કલંક ચડ્યું હતું.)
તે નર્મદા સુંદરી સતી સદાય જ્યવંતી વર્તે? કે જેણીએ ગ્રહિતપણું (ગાંડાપણું) આદરીને પણ શીલવ્રતનું પાલન કર્યું અને તેની ખાતર વિવિધ પ્રકારની વિટંબના સહન કરી.
ભયંકર અટવીમાં રાજાએ તજી દીધેલી કલાવતી સતીનું કલ્યાણ થાઓ ? કે જેના શીલગુણને પ્રભાવથી છેદાયેલાં અંગે પણ સાજા તાજાં થઈ ગયાં.
શીલવતી સતીના શીલને શક-ઇંદ્ર પણ વર્ણવવાને સમર્થ થઈ શકે નહિ, કે જેણીએ રાજાએ મેકલેલા ચારે પ્રધાનને છેતરીને સ્વશીલનું રક્ષણ કર્યું છે.
શ્રી વર્ધમાન પ્રભુએ જેણીને ઉત્તમ ધર્મલાભ પાઠ હતે, તે શરદરૂતુના ચંદ્રમા સમાન નિર્મળ શીલગુણવાળી સુલતા સતી સર્વત્ર જયવંતી વર્તો. - હરિ, હર, બ્રહ્મા અને ઈંદ્રના મદને ગાળી નાખનારા, કામદેવની શક્તિને ગર્વ જેણે લીલા માત્રમાં દળી નાખે તે સ્થાલિન ભદ્ર (મુનિરાજ) અમારું કલ્યાણ કરે.
મનહર થવન વયમાં અનેક સ્ત્રીસમુદાયવડે ( વિષય માટે) પ્રાર્થના કરતા છતાં જે મેરૂગિરિ જેવા નિશ્ચળ ચિત્તવાળા (દઢ) રહ્યા તે શ્રી વજસ્વામિ મહારાજ જયવંતા વર્તો.
તે સુદર્શન શ્રાવકના ગુણ ગણને ગાવા ઇંદ્ર પણ સમર્થ
ાયેલાં અગા
થઇ શીલવતી સતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org