________________
- જેના વડે નિકાચિત કર્મોને પણ દવંસ કરી શકાય છે, એવા યથાવિધ નિયાણા રહિત કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ
અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર ક્યા સાધુ છે? એમ કૃપણે એકદા પૂછયે છતે નેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢંઢણમુનિ (સદાય) સ્મરણીય છે.
પ્રતિ દિવસ (ભૂતવેશથી) સાત સાત જણને વધ કરીને છેવટે વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહી, જે ઘર-દુક્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ છે, તે અર્જુન માળીમુન સિદ્ધિપદ પામ્યા.
નંદિશ્વર નામના આઠમા દ્વીપે તથા રૂચક નામના તેરમાં દ્વીપે તેમજ મેરૂ પર્વતના શિખર ઉપર એક ફાળે કરી જઘાચરણ અને વિદ્યાચરણ મુનિએ તપના પ્રભાવે જઈ શકે છે.
શ્રેણિકરાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તપોબળ વખાણ્યું હતું, તે ધન્નોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધજો. કાકંદી બંને મુનિએ સર્વાર્થ સિદ્ધ વિમાને ગયા.
કાષભદેવ સ્વામીની પુત્રી સુંદરીએ ૬૦ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો, તે સાંભળી કહો ! કનું હૃદય કંપ્યા વગર રહેશે?
(પૂર્વ ભવમાં) શિવકુમારે બાર વર્ષ પર્યત આંબિલ તપ ક્ય હતું. તેના પ્રભાવથી થયેલ જંબુકુમારનું અદ્ભુતરૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યો હતો.
જિનકલ્પી, પરિહાર વિશુદ્ધિ, પ્રતિમા પ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભળીને બીજે કેણ તપને ગર્વ કરે પસંદ કરશે ?
અતિ રૂપવંત છતા વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજાર ધાપદ જાનવરને પ્રતિબોધ્યા છે, તે માસ અર્ધમાસની તપસ્યા કરતા બલિભદ્રમુનિ જયવંતા વર્તો.
શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે વિષ્ણુકુમારે લક્ષયેજન પ્રમાણે રૂપ વિકુવ્યું ત્યારે પૃથ્વી કંપાયન થઈ સાગર જળ હાલ્યા-હાલકલોલ થયા, અને હિમવંતાદિક પર્વતો ચલાયમાન થયા અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું. તે સર્વે તજ ફળ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org