________________
: ૧૯ : સ્વદેશ લઈ ગયો, ત્યાં ધર્મપ્રચારકોની પ્રેરણાથી સિદ્ધગિરિના ઉદ્ધારને અભીગ્રહ, તેમ તેમનું તપવિધિયે ચકેશ્વરી દેવીનું આરાધન, દેવીનું પ્રસન્ન થવું, ત્યાંથી તક્ષશીલા (ગીજની) ગયા. ત્યાંના રાજા જગન્મલ્લને સારી ભેટ કરી. દેવીના કહેવા પ્રમાણે શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરિકજી મેળવી ત્યાંથી મધુમતી આવ્યા, શહેરને ફરીથી વસાવી આબાદ કર્યું, એ અરસામાં પ્રથમે તેમના ૧૮ વાહાણે બાર વર્ષથી દેશાવર ગએલા તે ઘણું દ્રવ્ય મેળવી આવ્યાની વધામણી સાંભળી, તેજ વખતે બાળબ્રાચારી યુગપ્રધાન શ્રી સ્વામી મહારાજ પધાર્યા, તે સાંભળી મહારાજનું બહુ ઠાઠથી સામૈયું કર્યું. મહારાજશ્રીના ઉપદેશથી ઉદ્ધારનું નકકી કર્યું, અને ગુરૂમહારાજ સાથે શ્રી સિદ્ધાચળજીનો માટે સંઘ કાઢ્યો, ત્યાં આવી નવીન મંદિર બનાવરાવ્યું, અને તક્ષશીલાથી લાવેલ શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરિકજી તેમ બીજી પ્રતિમાઓ પણ ગુરૂમહારાજના હસ્તક પધરાવી. શ્રી ગિરિરાજનો ઓગણસ લાખ સોનિયાના ખરચે તેરમે ઉદ્ધાર કર્યો, તે વિકમ સં. ૧૦૮ ની શાલ હતી, આજ ઉદ્ધારમાં શેઠ-શેઠાણું વિજાદંડ ચડાવતાં ઘણી ઉત્તમ ભાવનામાં મગ્ન થયાં થકા ત્યાં
એકાએક હૃદય બંધ થયું, ને ત્યાંથી અદશ્ય થયાં ને ગયાં તે ગયાં. ઉપરથી ઊતર્યા નથી. આ સિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યોમાં તેમ સાધમક વાત્સલ્યમાં પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે, તેમના પુત્ર જાઝનાગે ઇ. સ. પ૫ માં શ્રી ગિરનારજીને ઉદ્ધાર તેમ બીજા પણ ઘણું ઉત્તમ ધર્મ કાર્યો કર્યા છે, ધન્ય છે આવા ભાગ્યશાળીને.
વમળશા વનરાજ ચાવડાના સેનાપતિ લહિર તેમના પુત્ર વીરશા તેમની સ્ત્રી વીરમતિની કુખથી વિમળશાને જન્મ થયે, તે ઉમરલાયક થતા પહેલાં પિતા દેવલેક થયા, પિતાના સહેવાસથી વિમળશાની ધર્મપર અડક શ્રદ્ધા હતી, દુશ્મનોના ડરથી માતા પુત્રને લઈ પીયરમાં જઈ રહ્યા, ત્યાં રહી વિમળે બાણ વિદ્યામાં ખ્યાતી મેળવી, પાટણના નગરશેઠ શ્રીદત્તની શ્રીનામે કન્યા સાથે સગપણ થયું,
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org