________________
(૨૦૩)
રાજા શ્રેણીક. - કુશાગ્રપુરના પ્રસેનજિત રાજાને ૧૦૦ પુત્રો હતા, તેમાં રાજ્યને લાયક કોણ છે તેની પરિક્ષામાં શ્રેણિક લાયક ને હોશિયાર લાગ્યા, ત્યાં રાજાએ ઢંઢેરો પીટાવેલ કે જેનું ઘર સળગશે તેને નગર બહાર કાઢી મુકીશું, તેમાં રસોઈયાની ભુલથી રાજાને જ મહેલ સળગે. રાજા બોલ્યા પ્રમાણે નગર બહાર રહેવા ગયા લકે તેને રાજગૃહ કહેવા લાગ્યા તેથી ત્યાં રાજગૃહનગર વસાવ્યું. - હવે શ્રેણિકને લાયક ગણવાથી બીજા ભાઈઓ તેને ઘાત કરે, તે ડરથી બીજાઓને જુદા જુદા દેશ વેંચી આપ્યા ને શ્રેણિકને કાંઈ આપ્યું નહિ, તેથી શ્રેણિકે અપમાન થયું માની ત્યાંથી નીકળી વેણાતટ ગયા, ત્યાં ભદ્રશેઠની દુકાને બેઠા, શેઠને વેપારમાં લાભ થયે શેઠ પોતાના મેમાન તરીકે ઘેરે તેડી ગયા, તેની હિશિયારી જોઈ પોતાની નંદા નામની દીકરી પરણાવી, અહીં રાજા મરણ પથારીયે છે, તેથી શ્રેણિકને શોધવા ઘોડેસ્વારે મોકલ્યા, ઘણુ તપાસે વેણુતટે મળ્યા, ગર્ભવતી નંદાને પિતાને મંદવાડ જણાવી નીકળ્યા, પિતાને મળ્યા, શ્રેણિકને રાજમુગટ આપે પિતા કાળ કરી ગયા. શ્રેણિક મગધ દેશના રાજા થયા, તેને પ૦૦ પરધાને હતા તેના નાયક કરવા ખાલી કુવામાં વીંટી નાખી જણાવ્યું કે, કાંઠે ઉભા રહી વીંટી કાઢશે તેને વડા પરધાનની જગ્યા આપીશું. તે વેણુતટથી આવેલા એક નાની ઉમરના મુસાફરે કાઢી, તેને વડે પરધાન કર્યો, જેનું નામ અભયકુમાર હતું, તેની માતા નંદાને પટરાણી કરી, આ અભયકુમારથી રાજ ઘણુંજ ખીલી નીકળ્યું. - શ્રેણિક ચટક રાજાની કુમરી ચેલણાને પરણ્યા, તેનાથી શ્રેણિકની જૈનધર્મ વિષે ઘણી સારી શ્રદ્ધા થઈ. એક વખતે બાગમાં ગયા ત્યાં અનાથી મુનિને દેખી નમસ્કાર કર્યો, તેમના ઉપદેશથી તે સમકિત પામ્યા. એકદા ત્યાં ભગવાન સમેસર્યા ત્યાં એક કેઢીયે ભગવાનને પરૂ પડવા લાગે, ભગવાનને છીંક આવે કહે મરે, શ્રેણિકને છીંક આવે કહે ઘણું જીવો, અભયકુમારને છીંક આવે કહે છે કે મરે, અને કાળસરિક કસાઈને છીંક આવે કહે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org