________________
(૨૩૪)
લાગશે
અને ભાવથી બુદ્ધિ, તા
ભાવ પામશે? ત્વમેવાણં, ત્વમેવાણું, ત્વમેવાણું-આવી અભેદતા પ્રાપ્ત કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા વિષરૂપ, પત્થરરૂપ, દુ:ખરૂપ બંધનરૂપ, કારાગૃહરૂપ, તથા તજવા યોગ્ય જાણું, તેના ઉપર નીરાગીપણું તથા ઉદાસીનપણું કયારે થશે? તારામાં જ અખંડ પ્રેમ તારામાં જ અખંડ ભક્તિ, તારામાંજ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતાબુદ્ધિ, તારામાં જ વિશ્વબુદ્ધિ કયારે થશે? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય કયારે લાગશે? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, સારી પેઠે દુઃખીયા પર દ્રવ્યંથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રમોદતા, તારી પેઠે મધ્યસ્થતા, તારી પેઠે નિ:સવાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ તારી પેઠે અત્યંત કરૂણ અને તારી પેઠે અત્યંત વીતરાગીપણું મારા હૃદયમાં કયારે જાગૃત થશે?
ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઈછા કયારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધાં સુખ ઝેર જેવાં કયારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દોષ પ્રગટ કરવાને ત્યાગ કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? તથા પિતાની ભૂલ તરફ દષ્ટિ કરતાં કયારે શિખીશ? હું સર્વ કરતાં અધિક અધમાધમ છું એ નિશ્ચય કયારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ ?
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મ પિતાના કર્મને કર્તા છે, આત્મા પિતાના કર્મને જોક્તા છે, આત્માને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે આ છ મહાવા મારા હૃદયમાં નિરતર કયારે જાગ્રત થશે? અને હું તે પ્રમાણે સમજી સર્વ જીને કયારે સમજાવીશ?
મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રમાણિકતામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે અને મારું સ્વરૂપ પરિહરહિત છે એમ ચિતવી સ્વસ્વરૂપમય કયારે થઈશ ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બોલવું એ મારી ફરજ છે, પ્રમાણિકપણે વર્તવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે અને પરિગ્રહ રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org