________________
(૨૩૬) સંગથી મલિન દેખાય છે એમ જાણે કમને નાશ, કર્મને ત્યાગ ને કર્મ ઉપર અભાવ કયારે ઉત્પન્ન થશે ? ને સર્વ જીવ ઉપર સમભાવ કયારે આવશે ?
હે પ્રભુ ! આ ભાવનાઓ, આ મનેર ને આ વિચારે કયારે પૂર્ણ થશે ને મનુષ્યભવનું સાર્થકપણું કયારે થશે ? નવ તત્વમાંથી બે જાણી, ચાર છાંડી, ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ ? હું હમણાં સંવરમાં છું કે આશ્રવમાં છું ? હું હમણાં નિર્જરા કરું છું કે નહિ ? હું હમણ આશ્રવને ત્યાગ કરું છું કે નહિ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરૂં છું કે નહિ ? એમ વારંવાર મને કયારે ભાન થશે ? હું કોણ છું ? હું કયાંથી થયા ? મારું સત્ય સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યા ને કયાં જઈશ ? મારું શું થશે? આ શરીર શું છે ? આ દુનિયા શું છે ? આ કુટુંબ કેણ છે ? ને મારે આ સર્વ સાથે સંબંધ કેમ થયું ? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું ? આવા વિચારો વિવેકપૂર્વક અને શાંતભાવે ક્યારે કરીશ ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતને અનુભવ કયારે કરીશ ? ને કર્મને સત્વર નાશ કયારે કરીશ ?
હે ભગવન્! નવનવ ભર્યો પણ નવતત્વમય ન થયે, ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતર શત્રુને સમાસ કરતાં ન શિખે, ચોવીશ દંડક વાચા-વિચાર્યા અને અવલોકયા પણું અંદરના દંડ મેં ન તજ્યા, જીવના પાંચશે ત્રેસઠ ભેદ વાંચ્યા-વિચાર્યા પણ અભેદમય ન થયે, કમ ગ્રંથ વાંચ્યા પણ કર્મની પ્રકૃતિનો અહોનિશ વિચાર કરી પિતાનામાંથી તે પ્રકૃતિએને ત્યાગ કરવા સમર્થ ન થયે, ઘણાં સિદ્ધાંત અને શાસ્ત્રો વાંચ્યા પણ તે બધાં ભારરૂપ થયાં, સત્સંગ કર્યો પણ સત્ય જ્ઞાન ન થયું, સદ્ગુરૂ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી કદાગ્રહ ન તજે, હે સર્વજ્ઞ ! આપના ચરિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચન શ્રવણ માત્ર થયું કારણ કે ભણે પણ ગણે નહિ તેની માફક જાણ્યું પણ આદર્યું નહિ તેથી શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org