________________
: ૧૦:
સામાયિકમાં ટાળવાના મત્રીશ દોષ.
મનહર છંદ. વેરી દેખી દ્વેષ કરે, અવિવેક ચિંતવે ત્યાં, અર્થ ન ચિતવે મને, ઉદ્વેગ કરાય છે. યશ વાંછા ન વિનય, ભયને વ્યાપાર ચિંતે,
ફળ શંકાને નિયાણું, દશ દોષ થાય છે. કુવચનને હુંકારા, પાપના આદેશ આપે,
લવારા કલહ કરે, આવ જા કહાય છે. ગાળ ખેલે બાળક્રીડા, વિકથાને હાંસી કરે,
દેશ મન દેશ વચ, વીશયું ગણાય છે. આસન ચપળ હાય, ચારે દિશી રહે જોય,
સાવદ્યનુ કામ કરે, આળસ મેાડાય છે. અવિનયે બેસે એમ, આઠું લેઇ એસે વળી,
મેલ ઉતારે તેમજ, ખરજ ખણાય છે. પગ પગપે ચઢાવે, અંગને ઉઘાડુ રાખે,
તેમ તે અંગને ઢાંકે, ઉંઘથી ઉંધાય છે. ખાર આ કાયાના કહ્યા, અધાતે ખત્રીશ થયા, દોષ ટાળે લલિત સુ, સામાયિક થાય છે. સામાયિકના પાંચ અતિચાર.
કાય દુણિધાન—અતિચાર-પોતાનું શરીર હાથ પગ વગેરે અણુપુંજે હલાવે ચલાવે, ભીંતને આઠીગણુ દે અને નિદ્રા પ્રમુખ કરે તે. વચન દુપ્રણિધાન—અતિચાર-સામાયિકમાં સાવદ્ય વચન બેલે અથવા પદ અક્ષરાદિ અશુદ્ધ ખેલે, સૂત્રની સ્પષ્ટતા માલૂમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણે ગડબડથી કહું તે.
મન
દુણિધાન—અતિચાર––સામાયિકમાં કુબ્યાપારનુ ચિંતન. ફ્રાય લાભ દ્રોહ અભિમાન ઈર્ષ્યા અસૂયા પ્રમુખ દોષ સહિત–સભ્રમ ચિત્તે કરવુ તે
અનવસ્થા દોષ—અતિચાર-સામાયિક જે વખતે કરવું જોઇએ તે વખતે કરે નહિ, કરે તેા જેમ તેમ કરે, હઠથી પાળે ઉતાવળથી પાળે, આદર વિના ને સ્વેચ્છાએ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org