________________
(૧૭) જે આ સંસારરૂપી રાક્ષસ, અવિવારૂપી રાત્રિમાં વિચર છે, મસ્તક ઉપર વિષમ એવા કષાય રૂપ સર્પોના સમૂહને વહન કરે છે, ગળામાં વિષયરૂપી અસ્થિઓને નાંખે છે, અને વક મુખે હસતે મહાદેષરૂપી દાંત પ્રગટ રીતે દેખાડે છે તે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ કરવાને ગ્ય નથી. ૫
જેઓ આ સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી દ્રવ્યના થોડા અંશની ભિક્ષા માંડ માંડ મેળવી પ્રયાણ કરતા તેવા કેને, સુંદર નેત્રવાળી સ્ત્રીના સ્તનરૂપ વિષમ દુર્ગમાં સ્થિતિ કરીને રહેલે કામદેવરૂપી બળવાન લુંટારે લુંટે છે, તે અટવીમાં સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ૬
મારૂં ધન, મારું ઘર, મારા પુત્ર અને મારી સ્ત્રી વગેરે એવા વિપયાસથી જેમણે વારંવાર વિસ્તારવાળાં દુઃખ પ્રાપ્ત કરેલાં છે, એવા લોકો પણ જે સંસારમાં મિથ્યા સુખના હર્ષને ધારણ કરનારા છે, એ આ કપટ રચનામય સંસાર છે, તેમાં વિવેકી પુરૂષ પ્રસરતા નથી. ૭
જેની અંદર પ્રિયાને સનેહ એક બેડીના જેવો છે, સ્વજન વર્ગ પહેરેગીર સુભટના જેવો છે, ધન નવીન બંધનના જેવું છે અને વ્યસન અતિ અપવિત્ર વસ્તુથી ભરેલ બીલના સંસા ર્ગથી વિષમ છે, એ આ સંસાર ખરેખર કારાગૃહ રૂપ છે. તેની અંદર વિદ્વાને જ્યારે પણ પ્રીતિ થતી નથી. ૮
આ સંસાર એક શમશાન છે, જેની અંદર મહાન ધરૂપી ગીધ પક્ષી છે, અરતિરૂપી ચપળ શીયાળણું છે, કટુ શબ્દને પ્રગટ કરતે કામદેવરૂપી ઘુવડ પક્ષી જેમાં વિચરે છે, શક રૂપી અગ્નિ જ્યાં પ્રદીપ્ત થયેલ છે અને જેમાં અપયશ રૂપી ભસ્મ આસપાસ રહેલે છે, એવા તે સંસારરૂપી મશાનમાં શું રમણીય હેય? અર્થાત કાંઈ ન હોય. ૮ આ અતિ વિષમ મૂછોને વિસ્તારનારી ધનની આશા જેની છાયા છે, મોટા વિકારને માટે થનાર સ્ત્રીઓને વિલાસ જેને પુષ્પ રસ છે, અને નરકની વ્યાધિને સમૂહ જેના ફળને વાદ છે
ભા, ૬, ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org