________________
(૧૮) એવા આ સંસારરૂપી વિષવૃક્ષ ઉપર બુદ્ધિવાળા પુરૂષે આસ્થા કરવી યુક્ત નથી. ૧૦
કોઈને મોટું રાજ્ય હોય છે ત્યારે કેઈને ધનને લેશ પણ સુલભ નથી, કેઈને ઉત્તમ જાતિ હોય છે, તે કેઈને નીચપણને અપયશ હોય છે કેઈને અતિશે લાવણ્યની શોભા હેય છે, તે કેઈને શરીરનું રૂપ બીલકુલ નથી, એવી રીતે આ સંસારમાં રહેલું વિષમ પણું કોને પ્રતિકારક હેય? ૧૧
પામર લેકએ માનેલા આ સંસારરૂપી ઘરમાં સ્થિતિ કરવામાં સુખ નથી, તેને માટે અમે શું કહીએ? તે સંસારરૂપી ઘરમાં કામદેવરૂપી ઉગ્ર શત્રુ ગુણરૂપી પૃથ્વીને ખદ્યા કરે છે, તેની પાડોશમાં રહેલ કુપરિણામ રૂપી પાડેશને કલહ સતત ચાલ્યા કરે છે અને તેની અંદર ફરતા એવા આઠ મદરૂપી સર્પોના રાફડા છે. ૧૨
જેમ વિકરાળ કે ધરૂપી સૂર્યથી શમરૂપ સરવર સુકાઈ જવાથી ભવી પ્રાણીઓ વિષયને વશ થઈ તૃષાની પીડાથી ખેદ પામે છે, અને જ્યાં પ્રતિદિન કામદેવરૂપી પસીનાને લઈને ગુણ રૂપી ચરબી ગ્લાનિ પામે છે, એવા આ સંસારરૂપી ભયંકર ગ્રીષ્મઋતુમાં તાપને હરણ કરનારૂં શરણ શું છે? અર્થાત નથી. ૧૩
- પિતા, માતા અને ભાઈ, પિતાના ઈચ્છેલા અર્થની સિદ્ધિને વિષે જ અભિમત-સંમત થાય છે, અને ધનવાન પુરૂષ ગુણોના સમુહને જાણનારે હોય તે પણ તે ધનને આપી શકતા નથી. એવી રીતે સર્વ લેકે પિતાને સ્વાર્થ સાધવાને હમેશાં પ્રવર્તે છે એવા એ સંસારના સુખને કહેવાને કેણ રસિક સમર્થ છે? ૧૪
અહો ! આ સંસારમાં જે લેક સ્વાર્થ ન હોય ત્યારે નિર્દય થઈ જેને તૃણની જેમ છોડી દે છે, તે લેક સ્વાર્થ હોય ત્યારે ચંડાળનો હાથ પકડી તેની સાથે ચાલે છે અને વળી જ્યાં હૃદયમાં વિષ હોય છતાં મુખમાં અમૃત રાખી લોક વિશ્વાસઘાત કરે છે, એવા સંસારથી જે ઉગ ન થાય તે પછી વધારે કહેવાથી શું ? ૧૫
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org