________________
(૧૩). વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણે પ્રકારે શુદ્ધિ કહેવાય છે. તે શુદ્ધિ એક એકથી વિશેષ ઉત્તમ છે. તે ત્રણે કર્મમાં જે દુખથી પિતાના આત્માને મૂકવાને કંપાપાત વગેરે કરે તે "હેલું-વિષયશુદ્ધિ કર્મ કહેવાય છે. ૨૧
જે બીજી આત્મશુદ્ધિ છે, તે અજ્ઞાનીઓને થાય છે, તે લેકદ્રષ્ટિએ પાંચ યમ, ત્રણ નિયમ વગેરે પાલે છે અને ત્રીજી અનુબંધ શુદ્ધિ છે, તે શાંત વૃત્તિવડે તવના સંવેદનઅનુભવને અનુસરે છે. ૨૨
પહેલી વિષયકૃદ્ધિ અજ્ઞાનના બહુપણાથી મોક્ષના સાધકને બાધ કરનારી છે, અને તેના સહભાવથી શુભ આશયનો લેશ માત્ર હોય છે તેથી જન્મ-મરણ થયા કરે એમ ગાભ્યાસી પુરૂષે કહે છે. ૨૩
બીજી આત્મશુદ્ધિથી કવચિત દેષની હાનિ તે થાય, પણ દેડકાના ચૂર્ણની જેમ પરંપરાએ ઘણું દેષ થઈ જાય છે, અને ત્રીજી અનુબંધ શુદ્ધિમાં તે ગુરૂતા ભાવ અને લઘુતા ભાવના ચિંતવનથી કર્મની અત્યંત હાની થાય છે. ૨૪
જે ક્રિયા સ્વરૂપથી પણ શુદ્ધ હોય તે તે આત્માને શુદ્ધતા કરનારી છે, માટે શુદ્ધ કિયા કરવી જોઈએ. મુનીંદ્ર પરમેશ્વરે બતાવેલા વ્યવહારવડે દ્રઢ આદરથી શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે તેથી ત્રણ રના માર્ગનું બીજ પ્રગટ થાય છે. ૨૫
ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્ય દીક્ષાના ગ્રહણથી પણું અને અનુક્રમે વીર્યના ઉલ્લાસથી ઘણું જ પરમપદને પામેલા છે. ર૬
અધ્યાત્મના અભ્યાસ વખતે પણ કઈ લેશ માત્ર કિયા વર્તે છે, અને શુભકારી ઓઘ સંજ્ઞાને સહચારી એવું કાંઈક જ્ઞાન પણ વર્તે છે. ૨૭
એ કારણ માટે તે અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયારૂપે રહેલું છે. તે અધ્યાત્મ દંભ રહિત આચારથી શોભનારા મનુષ્યને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org