________________
(૧૫) ૧૧ અવિધિયે પડિલેહણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૩ નહિ પડિલેહ્યાં વસ્ત્ર, પાત્ર વાપરે તે ફરી ઉઠામણુ કરે. ૧૪ કાજે અણુઉદ્ધર્યો પ્રતિક્રમણ કરે તે ઉઠામણ કરે. ૧૫ ઈરિયાવહિ લાગ્યા છતાં પડિક્રમ્યા વિના બેસી જાય તો ચોથ
ભક્તનું પ્રાયશ્ચિત લાગે. (મહાનિશીથસૂત્ર).
પંદરસે ત્રણ સિદ્ધિપદ પામ્યાઃ–શ્રી અષ્ટાપદગિરીએ ૧૫૦૩ તાપસોને પ્રતિબોધી શ્રી ગૌતમ સ્વામીએ દીક્ષા આપી અને પિતાની લબ્ધિવડે ખીરનું પારણું કરાવ્યું, તેમાં પાંચ જમતાં જમતાં કેવળજ્ઞાન પામ્યા, પાંચસો ભગવાનનું સમોસરણ જોઈને કેવળજ્ઞાન પામ્યા અને પાંચ વ્યાખ્યાન સાંભળીને કેવળજ્ઞાન પામ્યા, એમ પંદરસો ત્રણ કેવળી થઈ મેક્ષે સીધાવ્યા છે.
સેળ વસ્તુની સંખ્યા. સેળ વચન જાણે તે ઉપદેશ દેવાને લાયક ગણાય, ૩ એક વચન, દ્વિવચન અને બહુવચન જાણે તે. ૩ પુરૂષલિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જાણે તે. ૭ અધ્યાત્મી વચન અને અંતરનું વચન જાણે તે. ૮ ઊપનીત વચન અને પ્રશંસાકારી વચન જાણે તે. ૯ અપનત વચન અને પરનિદાનું વચન જાણે તે. ૧૦ ઊપનીત અપનીત વચનને પહેલાં પ્રશંસી પછી નિંદીયે. ૧૧ અપનીત ઉપનીત વચનને પહેલાં નિંદી પછી પ્રશંસા કરવી. ૧૨ અતીતવચન તે ગયા કાલનું જેમ ગયે કાલે અનંતા તીર્થકર થયા. ૧૩ વર્તમાન વચન તે વર્તમાન કાળની વ્યાખ્યા કરાય તે. ૧૪ અનાગત વચન આવતાકાલનું વચન. આવતા કાળે તીર્થકર થશે ૧૫ પ્રત્યક્ષ વચન તે એણે મને કહ્યું તે. ૧૬ પરોક્ષ વચન તે ભગવાન કહી ગયા છે.
ઉપાધ્યાયની ૧૬ ઊપમા –૧ દુધભર્યો દક્ષિણાવત શંખપરે શેનિક, ૨ નયભાવ પ્રમાણ પ્રવિણ, ૩ અશ્વ, ૪ ગજ, ૫ વૃષભ, ૬ સિંહસરિખા પરવાદીમાનવારક, ૭ અદીન, ૮
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org