________________
( ૧૭૩) તે આચારાંગ ૮ મે અધ્યયને તથા દશ વૈકાલિક પાંચમા અધ્યયને કહ્યું છે,
સાધુ–સવારે ટાઢે આહાર વહારે નહી, તે આચારાંગમાં કહ્યું છે.
સાધુ–કમાડ ઉઘાડી આહાર લેવે નહીં, તે દશ વૈ૦ તથા પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે
સાધુ–એક વખતજ આહાર કરે, તેમ તપસ્વી પણ એક વખતજ આહાર કરે, તે દશ વૈકાલિક પાંચમા અધ્યયનમાં કહ્યું છે.
સાધુ-સાધ્વીને લાવ્યે આહાર લેવે નહી, તે આચારાંગ તથા વ્યવહાર સૂત્રમાં કહ્યું છે.
સાધુ–બે કેશ ઉપરાંત આહારપણું લેવા જાય નહીં, તે ભગવતીજીમાં ને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
સાધુ–આહાર બાંધી રાખે નહિ, તે સૂયગડાંગમાં કહ્યું છે.
સાધુ અને સાધ્વીઓએ લાવેલે આહારપાણ ત્રણ પહોર સુધી ખપે, તે સૂયગડાંગ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
સાધુ-દરરોજ વિગઈ વાપરે નહિ તે દશવૈ૦ તથા ઉત્તરાધ્યચન વિગેરેમાં કહ્યું છે. - સાધુ-જ્યાં ઘણું માણસ જમતા હોય ત્યાં અને મરણ પછવાડે જમણ થાય ત્યાં, ઘણું પ્રાણીઓને વધ થાય છે, તેને સંખડી કહે છે, ત્યાં ગોચરીયે જાય નહિ. - સાધુ-કારણ વિના સ્વાદીમ (સોપારી, એલચી, ચુરણ, તજ, ધાણે, સવા વિગેરે.) વાપરે નહિ, તે ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.
સાધુ–ગચરી બે જણ સાથે જાય એકલા નહિ, તે કલ્પ સૂત્રમાં કહ્યું છે.
- સાધુ- ઔષધ ભેષજ (ઔષધાદિક) રાત્રે રાખે નહિ, તે દશવૈ૦ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
સાધુ–નાના પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને પામીને જેઓ, પિતાના સ્વધમી સાધુઓને બોલાવી, નિમંત્રણા કરી આહાર કરે છે; તે મુનિ કહેવાય. દશકો.
સાધુ–આહાર કર્યા બાદ, સઝાય ધ્યાનમાં તત્પર રહે તે મુનિ કહેવાય. દશવૈ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org