________________
( ૧૮૬) સાધુએ, ઊંદર વિગેરે જીવ નિવારણાર્થે પાત્રાથી વીશ આગળ દૂર સુઈ રહેવું, તેથી વધારે દૂર નહી. ઓઘનિર્યુક્તિ. - સાધુઓ પરસ્પર ઉત્કૃષ્ટ બે હાથ અંતર રાખી શયન કરે, એમ ન કરે તે અનેક પ્રકારના દોષનો સંભવ થાય. ઓઘનિર્યુક્તિ.
જે મુનિને વિષય પિડા થાય તે, હલકે આહારકર, ઊદરી કર, સ્થિર કાઉસગ્ગ ધ્યાને રહેવું, ગામાંતર જવું, છેવટે આહાર પાણને ત્યાગ કરે, પણ સ્ત્રી સંસર્ગમાં કદાપિ ફસાવું નહીં.
હે મુનિ તું તારા શરીરને તપથી ખુબ કૃશ તથા જીર્ણ કર, કે જેથી જુનાં લાકડાને અગ્નિ જલદી બાળે, તેમ સ્નેહ રહીત અને સાવધાન પુરૂષના કર્મો જલદી બળી જશે.
મુનિએ સર્વે સંસાર જ જાળ છોડી, ઊપશમ ભાવથી અનુક્રમે વધતા જતા તપથી દેહનું દમન કરવું, મુક્તિ મેળવનાર મહા ગુરૂષને માર્ગ પામ બહુ વિકટ છે, માટે હે મુનિ ! તું તારા માંસ અને લેહીને સૂકાવ, કારણ કે જે બ્રહ્મચર્યમાં રહીને તપથી સદા શરીરને દમે છે, તે જ મહા પુરૂષ મુક્તિ મેળવનાર હોવાથી માનનીય થાય છે. પ્રશમરતિ.
જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે, એવા જિનેશ્વરોએ જગતના હિતને માટે આ ચારિત્ર ધર્મ સારી રીતે પરૂપેલો છે, તેમાં જે રકત થયેલા છે, તેજ આ સંસાર સમુદ્રને લીલા માત્રમાં પાર પામેલા સમજવા.
મુનિએ કઈ પણ કાર્ય ગુરૂની આજ્ઞા પૂર્વકજ કરવા નિરંતર ધ્યાનમાં રાખવું એવી જિન આજ્ઞા છે.
ગુરૂ ગુણ સ્તવના, દહે–ઉત્તમે કદી ન કેઈને, અવર્ણવાદ વદાય;
પિતા ગુરુ સ્વામિ નૃપને, વિશેષ વારે ભાય.
લાવણુ-મકી જાન બની ભારી-એ દેશી. શિષ્યને સદેવ સુખકારી, ભલી ગુરૂ ભક્તિ ગુણકારી; લેખાયે લાભ ત્યાં ભારી, સ્વલ્પ શંકા દ્યો ત્યાં વારી. શિ. ટેક. તીર્થકરને ક્ષાયિકપણું, સાતની ત્રીજી નરક કણ તે કરતાં પામીયા, ગુરૂ ભક્તિ યે ગરક, લે ત્યાં લાભ દિલધારી, . . . . ભલી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org