________________
( ૧૯૭ )
અર્થ ઉપાર્જન કરે, અને અર્થ ઉપાર્જન કરવામાં ખલેલ ન પહોંચે તેમ વિષય સેવન કરે તે મધ્યમ પુરૂષ જાણવા.
૨૨ આ ઉપર જણાવેલા પુરૂષાના ગુણગ્રહણ બહુમાનપૂર્વક જો તુ કરીશ તે શીઘ્ર શિવસુખ પામીશ, એમ ચાક્કસ સમજજે. કેમકે પેાતે સદ્ગુણી થવાને! એ સરલ અને ઉત્તમ માર્ગ છે.
૨૩ આજકાલ સંયમ માર્ગોમાં શિથિલતા ધારણ કરનારા અને સંચમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસથ્થાર્દિક સાધુ યતિજનાની સભા સમક્ષ નિંદા કરવી નહિ, તેમજ પ્રશંસા પણ કરવી નહિં, કેમકે નિંદા કરવાથી તેઓ સુધરી શકશે નહિ, તેમજ પ્રશંસા કરવાથી તેમના દોષને પુષ્ટિ આપવા જેવુજ થશે.
૨૪ હીનાચારી સાધુ–યતિએ ઉપર કરૂણા આણીને જો તેમને રૂચે તેા હિતબુદ્ધિથી સત્ય માર્ગ બતાવવા. તેમ છતાં જો તેઓ રોષ કરે તે તેમના દોષ-દુર્ગુણુ ( સભા સમક્ષ ) પ્રકાશવા નહિ.
૨૫ અત્યારે દુષમકાળમાં જેના થોડા પણ ધર્મ ગુણ (સદ્ગુણ) દ્રષ્ટિમાં આવે તેનુ બહુમાન ધબુદ્ધિથી સદાય કરવું યુક્ત છે. એથી સ્વપરને અનેક લાભ થવા સંભવ છે.
૨૬ પગચ્છમાં કે સ્વગચ્છમાં જે સર્વિજ્ઞ (તીવ્રવેરાગ્યવત ભવભીરૂ ) મહુશ્રુત-ગીતા મુનિજના હોય તેમના ગુણાનુરાગ કરવા તું ચૂકીશનનિહ. સમભાવી મહાપુરૂષોના સમાગમ સદાય દુર્લભ છે. તેવા સમભાવી મહાત્માઓથી આપણુને ઉત્તમ ફળ મળી શકે છે.
૨૭ ગુણરત્નાથી અલંકૃત પુરૂષોનુ બહુમાન જે શુદ્ધનિષ્કપટ મનથી કરે છે, તે અન્ય જન્મમાં તેવા ગુણાને જરૂર સુખે મેળવી શકે છે. સદ્ગુણ્ણાનુ અનુમેદન કરવું યા તેમનું મહુમાન કરવું એ આપણે પોતે સદ્ગુણી થવાનુ અમેાધ ખીજ છે.
૨૮ આવી રીતે ગુણાનુરાગ( સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમ વાત્સલ્ય )પેાતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે, તે મહાનુભાવ સર્વ કોઈને નમન કરવા ચેાગ્ય પરમ શાન્તપદને પામે છે. એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સામસુંદરસૂરિ મહારાજ ભવ્યજનાને હિતબુદ્ધિથી અમૃત વચના વડે આપણને આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org