________________
( ૨૦૦ ) સગ કરી પારી પ્રગટ નવકાર કહે, પછી તિવિહં તિવિહેણ સિરિયં કહે) એટલી સાધુની કરણી.
હવે શ્રાવકને કરવાનું કૃત્ય-તે કરેલી માંડવીમાં મજબુત બેસારી ૧ ચરવળી પ્રથમ કહી હતી તે અને ૧ મુહુપત્તિ જમણું બાજુ મૂકે અને ૧ નાનું પાનું ફૂટેલું અથવા ફેડીને એક લાડુ સહિત ઝોળીમાં નાખી બાજુએ મુકે અને પુતળું કરવું હોય તો તે નક્ષત્ર પ્રમાણે કરવાનું જાણવું, તેમાં જેષ્ટા, આદ્રા, સ્વાતિ, અશતભિષા, પભરણી, અલેશા અને અભિજીત એ સાત નક્ષત્રે પુતળું કરવું નહિ, અને રોહિણી, રવિશાખા, પુનર્વસુ, ત્રણે ઉત્તરા, એ છે નક્ષત્રે ડાભના બે પુતળા કરવા, બાકીના ૧૫ નક્ષત્રમાં એક પુતળું કરવું, તે પુતળાના જમણા હાથમાં ચરવળી મુહપત્તિ આપવી અને ડાભા હાથમાં એક ભાંગેલુ પાત્ર અને તેમાં એક લાડુ સહિત ઝોળી આપવી, બે પુતળા હોય તે બને તે પ્રમાણે આપવું, એ સર્વે પુતળાં કરવાનું નક્ષત્ર કાળ ધર્મ પામે તે વખતનું જાણવું, પછી ઉપાડનાર સારા મજબુત હેય તે ઉપાડે, ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, ચાલતાં કેઈએ રોવું નહિ, પણ સર્વે મનુષ્યો “ જય જય નંદા” “જય જય ભદા” ભદની, એવું બેલે, અને આગળ બદામ, પૈસા, પાઈયે, અધેલા, બે આની, પ્રમુખ નાણું ઉછાળે, ને તે ઉપાશ્રયથી તે ઠેઠ મશાન ભૂમિ સુધી શ્રાવકે ઉછાળે, અને વાંસડાઓને એક છેડાથી ચિરાવી માંહે સરાવલ ઘાલી દીવા, ધૂપ કરતા આગળ ચાલવું, પછી શેક સહિત મહોત્સવપૂર્વક વાજીંત્ર વાજતે બડા આડંબરે મસાણે જઈ પૂર્વે શુદ્ધ કરી રાખેલ જમીન ઉપર સુખડ વિગેરેના ઉત્તમ લાકડાની ચે (ચિતા) કરી માંહે માંડવી પધરાવે ગામ તરફ મસ્તક રાખે, પછી અગ્નિ દે (લગાડે) છેવટ સર્વે અગ્નિ શાંત કરી, રક્ષા
ગ્ય સ્થાનકે પરઠવી પછી પવીત્ર થઈ ગુરૂ પાસે આવે, એટલી શ્રાવકની કરણ છે.
૧ મૃતક લઈ ગયા પહેલાં એક સાધુ ઠંડાસણ લઈ રમશાને જઈ જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનું હોય ત્યાં ઈરિયાવહિપૂર્વક કાજો લેઈ વસરાવી આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org