________________
(૧૦૮) ૩ તે દેશ, નગર, તે ગામ અને તે આશ્રમને ધન્ય છે કે જ્યાં હે પ્રભુ! આપ સદાય સુપ્રસન્ન થતા વિચરે છે.
૪ તે હાથ સુકૃતાર્થ છે કે, જે આપના ચરણે દ્વાદશવર્તી વંદન કરે છે, અને તે વાણી (જીહા) બહુ ગુણવાળી છે કે, જે વડે સદ્ગુરૂના ગુણોનું વર્ણન કરવામાં આવે છે.
૫ હે સદ્દગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે, આજ કામધેનુ મારા ઘરને આંગણે આવી જાણું છું, તેમજ સુવર્ણ વૃષ્ટિ થઈ જાણું છું અને આજથી મારું દારિદ્ર દૂર થયું માનું છું.
૬ હે સદ્દગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે, ચિંતામણિ રત્ન સરખું સમકિત મને પ્રાપ્ત થયું ને તેથી સંસારનો અંત થયો માનું છું.
૭ હે સદ્ગુરૂ! આપનું મુખ કમળ દીઠે છતે જે અદ્ધિ દેવતાઓ પિતાની દેવાંગનાદિક સહિત ભગવે છે, તે મારે કંઈ હિસાબમાં નથી.
૮ હે સરૂ! આપનું વદન કમળ દીઠે છતે જે મન, વચન, કાયાથી મેં જે પાપ આજ પર્યત ઉપાર્જન કર્યું છે, તે બધું આજે સ્વત: નષ્ટ થયું માનું છું;
૯ ને સર્વજ્ઞ ભાષિત ધર્મ પામવો દુર્લભ છે, તથા મનુષ્ય જન્મ મળ દુર્લભ છે, અને તે મનુષ્ય જન્મ મળે છતે પણ શુરૂની સામગ્રી મળવી અતિ દુર્લભ છે.
૧૦ જ્યાં પ્રભાતે ઉઠતાંજ સુપ્રસન્ન ગુરૂનાં દર્શન થતાં નથી ત્યાં અમૃત સદશ જિન વચનને લાભ શી રીતે લઈ શકાય.
૧૧ જેમ મેઘને દેખી મેરે પ્રમુદિત થાય છે, અને સૂર્યને ઉદય થયે છતે કમળનાં વન વિકસિત થાય છે, તેમજ આપનું દર્શન થયે છતે અમે પણ પ્રભેદ પામીએ છીએ.
૧૨ હે સદગુરૂજી! જેમ ગાય પિતાના વાછરડાને સંભાળે છે, અને જેમ કેયેલ વસંત માસને ઈ છે છે, તથા હાથી વિધ્યાચળની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન આપનું સ્મરણ કર્યા કરે છે.
૧૩ બહુ બહુ દિવસે જઈ સુગુરૂ ને જોઈ મારાં બે નેત્રે વિકસિત થયા ને હૃદયમાં આનંદ થયો.
૧૪ અહ ઈતિ આશ્ચયે આપે ક્રોધનો કે જ્ય કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org