________________
(૧૭) ૨૯ ત્રણ નવી લાગેલાગ થાય તે દરમિયાન, તેમજ વિગઈ વાપરવાના દિવસે નિવિયાતાં ગ્રહણ કરૂં નહિ વાપરું નહિ, તેમજ બે દિવસ સુધી લાગટ કેઈ તેવા પુષ્ટ કારણ વગર વિગઈવાપરું નહિ.
૩૦ પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીને દિવસે શક્તિ હોય તે ઉપવાસ કરું, નહિ તે તે બદલ બે આયંબિલ અથવા ત્રણ નિવિઓ પણ કરી આપું.
૩૧ પ્રતિદિન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવગત અભિગ્રહ ધારણ કરવા; કેમકે અભિગ્રહ ન ધારીએ તો પ્રાયશ્ચિત આવે એમ છતકલ્પમાં લખ્યું છે.
વીચાર સંબંધી નિયમો. ૩ર વીર્યાચાર સંબધી કેટલાક નિયમો યથાશક્તિ હું ગ્રહણ કરૂં છું. સદા સર્વદા પાંચ ગાથાદિકના અર્થ હું ગ્રહણ કરી મનન કરૂં.
૩૩ આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મકાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચવાર હિતશિક્ષા (શિખામણ) આપું, અને સર્વ સાધુઓનું એકમાત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું.
૩૪ પ્રતિ દિવસ કર્મક્ષય અર્થે વીશ કે વીશ લેગસ્સને કાઉસગ્ન કરૂં, અથવા એટલા પ્રમાણમાં સજઝાય ધ્યાન કાઉક્સગ્નમાં રહી સ્થિરતાથી કરૂં.
૩૫ નિદ્રાદિક પ્રમાદવડે માંડળીને ભંગ થઈ જાય (માંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ શકું) તો એક આયંબિલ કરું. અને સહુ સાધુ જનેની એક વખત વિશ્રામણું વૈયાવચ્ચ નિએ કરૂં.
૩૬ સંઘાડાદિકને કશે સંબંધ ન હોય તો પણ લઘુ શિષ્ય (બાળ) અને શ્વાન સાધુ પ્રમુખનું પડિલેહણ કરી આપું, તેમજ તેમના ખેલ પ્રમુખ મલની કુંડીને પરડવવા વિગેરે કામ પણ હું યથાશક્તિ કરી આપું.
સમાચારી વિષે નિયમ. ૩૭ વસતિ (ઉપાશ્રય–સ્થાન) માં પ્રવેશતાં નિસહી અને તેમાંથી નીકળતાં આવસ્સહી કહેવી ભૂલી જાઉં તેમજ માર્ગમાં પેસતાં કે નિસરતાં પગ પૂજવા વિસરી જાઉં તો (યાદ આવે તેજ સ્થળે) નવકાર મંત્ર ગણું.
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org