________________
(૧૭૬ ) એ કું ઉપદેશ દેત આપે કુરીતે રેત,
પુગે નહિં હોશ જેમ દડા ઘડે કાકે કહે રીષિ લાલચંદ સુને હો ભવિક વંદ,
ધોબી કે કુતરે નહિ ઘરકે કે ઘાટકે. મે ૧ છે નહિ નવકારસી પોરિસી, નહિ ભણવાના ખપ,
લીધાં ઝોળી પાતરાં, આવીજ ઉભા ટપ. વળી જેઓ જ્ઞાન, ધ્યાન, તપ, જપ આરાધને ઉદ્યમ કરતાં નથી તેમને તે હરાયા ઢેર જેવા કહ્યા છે.
વગર મહેનતે ખાય પારકા માગી મેવા,
વગર મહેનતે ખાય હરાયા સાંઢ જેવા; જીવે પારકુ ખાઈ દિલનો ડોળ વધારે,
દિલમાં દાન બુરી હાથમાં માળા ધારે. એ માલ પારકા ખાઈને મનમાંહે હરખાય છે,
દુનિયા મૂર્ખ બની એને મલીદે આપે જાય છે. આવી રીતે લેલુપતાથી ખાધેલ ખોરાક, ઘણે દુ:ખ દેવાવાળે થાય છે કહ્યું છે કે
શ્રાવક કેરા રોટલા, દે દો હાથકા દંત, કિરિયા કરશે તો ભલે, નહિત ખેંચે અંત. માટે જ્ઞાન, ધ્યાન, તપ, જપ આદિક ધર્મ કરણમાં તત્પર રહેવું તેજ આત્મહિત કહેવાય.
સાધુ–દાન પારણું પરભાવનાદિને પ્રશંસે, પણ નિષેધે નહી.
સાધુ-છરી, ચાપુ, સુડી, ખડીયે કલમ, કાતર, વિગેરે પાસે રાખે નહી, તે આચારંગ, ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.
સાધુ-૧૨ વસ્તુ સજજાતરની ભેગવે નહી, તે (અશનાદિ ૪ પાયપૂછણા, વસ્ત્ર, પાત્રા, કાંબળી, સુઈ, કાતર, નયણ, કાન કરણી) તે ઠાણાંગ સૂત્રને બૃહતક૯પમાં કહ્યું છે. - સાધુ ગૃહસ્થને વંદાવા જાય નહી, તથા તેડાવે પણ નહી, તે સૂયગડાંગ વિગેરેમાં કહ્યું છે..
સાધુ ગૃહસ્થ સાથે ચીઠી કાગળ દેવે નહીં, તે નિશિથ સૂત્ર તથા દશ વૈકાલિકમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org