________________
( ૧૩૭ ) સાધુની ત્રીશ ઉપમા.
મનહર છંદ. કાંસાનુ ભાજન શંખ કૂર્મ કંચન કમળ,
ચંદ્ર સૂર્ય પૃથ્વી મેરૂ સ્વયંભૂ રમણ છે. અગ્નિ ચંદન વૃષભ દ્રહપાણી ગજ સિંહ,
ગેડેને ભારંડપંખી પંખીની પણ છે. જીવ સર્પ આકાશની શરદ ઋતુનું પાણી,
ચકેરપક્ષિ ભ્રમર પારે હરણ છે. વાયુ વૃક્ષ સરોવર વર્ણવી ઊપમા વર,
લલિત તે લાભકર ત્રીશને તે ગણે છે. એકત્રીશ વસ્તુની સંખ્યા અમુક સૂત્ર ને તેના બનાવનાર (સૂત્રના નામ અને તે તે સૂત્રની સમજણ ને કર્તાના નામ.)
૧ નવકાર–પંચપરમેષ્ટિમંગળ સૂત્ર શાશ્વત છે.
૨ ઉવસગહરં–ભદ્રબાહુસ્વામીએ વરાહમીર વ્યંતરને ઉપદ્રવ નિવારવા અર્થે, સાત ગાથાનું બનાવ્યું હતું.
૩ સંતિકરં–મુનિ સુંદર સૂરિ તેમણે દેલવાડામાં ગીનીકૃત ઉપદ્રવનિવારવા બનાવ્યું તે.
૪ તિજયપત્ત–માનદેવસૂરિયે સંઘમાં વ્યંતરને ઉપદ્રવ નિવારવા બનાવ્યું, તેમાં ૧૭૦ જિનનો સર્વતોભદ્ર ચમત્કારી યંત્ર છે,
૫ નમિઉણ–માનતુંગસૂરીયે નાગ રાજાના મસ્તકની વ્યાધિ નિવારવા બનાવ્યું, તેમાં ૧૮ ચમત્કારી મંત્રાક્ષ છે. - ૬ અજિતશાંતિ–શત્રુ જા ઉપર અજિતનાથ ને શાંતિનાથના સામ સામી મંદિર હતા, તે સ્તવન બોલતાં બે એક હારમાં થયા, તેના કર્તા નંદિષેણસૂરિ છે, તે કઈ વીરપ્રભુના શિષ્ય અને કઈ પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય કહે છે.
૭ બ્રહશાંતિ–જે મેરૂશિખરે ભગવાનને ન્હાવરાવતાં ઈદ્રો બેલે છે, તેમાં અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઈચ્છવામાં આવી છે, તેને નેમનાથ ભગવાનની માતા શિવાદેવીએ દેવીપણામાં રચી કહેવાય છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org