________________
( ૧૪૪ )
પડતાને સમજાવી સ્થિર કરે, ૩ ચારિત્રાચાર તે શુદ્ધ ચારિત્ર પાળે પળાવે, અને પાળનારને અનુદે, ૪ તપાચાર તે છે બાહ્ય અને છ અત્યંતર, એમ બાર પ્રકારે તપ કરે કરાવે અને અનુદે, પ વીર્યાચાર તે ધર્મક્રિયા કરવામાં છતી શક્તિ ગોપવે નહિ, તમામ આચારે પાળવા શક્તિ ફેરવે છે.
અષ્ટ પ્રવચન માતા–ચારિત્ર ધર્મની રક્ષાના અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપી આઠ પ્રવચન માતાને પાળવી તે આઠ વસ્તુ સંખ્યામાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લે.
એ પ્રમાણે આચાર્યના ૩૬ ગુણ જાણવા.
આ ઉપર જણાવ્યા તે, છત્રીશ ગુણની એક છત્રીશી થઈ, તેવી છત્રીશ છત્રીશી ગુણે ભર્યા આચાર્ય હોય, તેને ગુણાકાર કરતાં ૧૨૬ ગુણો થાય, તેવા ગુણે ભર્યા શ્રીઆચાર્યભગવાનને વારંવાર વંદના હે.
આચાર્યાદિક માટે અગત્યની સૂચના. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે–જે બહુ શ્રુત હોય છતાં જે માયા કપટ બોલે, ઉસૂત્ર બોલે, પાપકર્મ કરી આજીવીકા કરે, એવાને આચાર્યપદવી, ઉપાધ્યાયપણું, પ્રવર્તકપણું, સ્થવરપણું ગણીપણું, આદિ કઈ પણ પદવી આપવી નહિ, તે જાવજીવ સુધી આપવી નહિ, એવી મર્યાદા છે. વળી પંચમહાવ્રત રહિતને સાધુપણું ગણાય નહિ, તો આચાર્ય તો કેમ ગણાય.
ગીતાર્થ પુરૂષ કેવું બેલેતે—જે વચન બોલવાથી બીજો જીવ દુઃખી થાય, જે વચન બોલવાથી પ્રાણુને વધ થાય અને પોતાને આત્મા કલેશમાં પડે, તેવું વચન ગીતાર્થો બોલે નહિ, ગીતાર્થ માટે આવાં વચનો બોલવાનો સંભવ હોતો જ નથી.
આચાર્ય ગુણ સ્તવનાયે વિશ સ્થાનક.
- પૂજાની ચોથી-ઢાળ. દુહે–ત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણદ;
જિનમત પરમત જાણતા, નમે તેહ સુરીંદ. આ આને સયણ, ભગવતી સૂત્રને સુણિયે–એ દેશી સરસ્વતી ત્રિભુવન સ્વામિની દેવી, સિરિદેવી યક્ષરાયા; મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા. ભવી તમે વંદેરે. સુરીશ્વર ગચ્છરાયા. એ આંકણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org