________________
(૧૩૮) ૮ કલ્યાણ મંદિર–સિદ્ધસેન દિવાકરે બનાવ્યું, તેનાથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા, તે વિક્રમ રાજાના વખતમાં થયા છે.
૯ ભકતામર–વીશમા પટધર માનતુંગસૂરિએ બનાવ્યું, આ આદીશ્વરનું સંસ્કૃત સ્તોત્ર છે, ઊજયિનીમાં વૃદ્ધ ભજે, આચાર્યની પરીક્ષા માટે બંધ બાંધી ૪૮ તાળાં માર્યા, તે સ્તોત્ર બોલતા મુક્ત થયા, આથી રાજા જેન ધર્મની ઈચ્છાવાળો થયે.
૧૦ જયતિહું અણ–તે નવાંગી ટીકાના રચનાર શ્રી અભયદેવસૂરિશ્વરે બનાવ્યું. તે વિક્રમ સં. ૧૧૩૩-૩૯ સ્વર્ગે ગયા.
૧૧ સકલાર્ડ–આ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે બનાવ્યું છે, તેમાં ચોવીશ જિનની સ્તુતિ છે.
૧૨ સ્નાતસ્યાની સ્તુતિ–આ સ્તુતિ શ્રી હેમચંદ્રના શિષ્ય બાલચંદકૃત છે. તેને પાછળથી પ્રતિક્રમણમાં દાખલ કરી છે.
૧૩ જગચિંતામણી–આ ચૈત્યવંદન શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ તીર્થ ઉપર બનાવ્યું છે.
૧૪ નમુત્થણું. તેમાં ઇંદ્ર કૃત ભગવાનને ગુણેનું વર્ણન છે.
૧૫ સંસાર દાવાનળ સ્તુતિ. આ સ્તુતિ શ્રી હરિભદ્રસૂરિ જે ૧૪૪૪ ગ્રંથના કર્તા હતા, તેમને અંત સમયે કરેલી છે.
૧૬ સકલતીર્થનંદન. આમાં શાશ્વતા અશાશ્વતા, ત્રણે લેકના ચૈત્ય ને બિનું વર્ણન છે. તે જીવવિજયજીએ બનાવ્યું છે.
૧૭ લઘુશાંતિ–આ ૧૯મા પટધર માનદેવસૂરિએ તક્ષશિલાના શ્રાવકેને ઉપદ્રવ શાંત થવા, નાડેલથી બનાવી મોકલી છે.
૧૮ નમેહંત સિવ–આ સિદ્ધસેન દિવાકરે બનાવ્યું.
૧૯ રત્નાકર પચીસી રત્નાકર સૂરિયે રચી છે. તેમાં આત્મનિંદા કરી, સમકત યાચના કરી છે. તે સં. ૧૩૭૧ સુધી હતા. ૨૦ છ કર્મગ્રંથની ગાથા અને કર્તા સાથે.
મનહર છંદ. કર્મ વિપાક પહેલ એકસઠ ગાથા એની;
કર્મસ્તવ બીજે ગાથા ચેતરીશ ઠાણવી; બંધ સ્વામીત્વ છે ત્રીજે પચીશ તે ગાથાવાળ
ષડશીતિ ચેથા ગાથા છાશી મને માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org