________________
( 2 )
ઉત્તર—કુથુ ને હાથી વિગેરે જીવાના અસંખ્યાતા પ્રદેશા છે, અને તે જેવડુ શરીર હાય તેવડામાં વ્યાપી રહે તેવા સ્વભાવે છે, જેમ એક દીવા છે તેને મેટા ઓરડા, કે કુંડામાં ઢાંકીએ તે તે તેટલામાં જ પ્રકાશ આપે છે, તેમ જીવ પણ જેવું શરીર હોય તેવા શરીરમાં વ્યાપી રહે.
પ્રશ્ન ૧૦-આપના કહેવાથી શરીર ને જીવ જુદા છે એમ મેં જાણ્યુ, પણ પરંપરાથી ચાલતા આવેલા ધર્મના મારે શી રીતે ત્યાગ કરવા?
ઉત્તર—હે રાજા ! પરપરાગત ધર્મને જ ઝાલી રાખવાથી, લાહના ભારને વહન કરનારની જેમ તમારે પસ્તાવા કરવા વખત આવશે. તે આ પ્રમાણે:-ધન મેળવવાના અથી કેટલાક પુરૂષા ધન મેળવવા ચાલ્યા અને એક માટી અટવીમાં ગયા. ત્યાં ભૂમિ ખાદતાં ઘણું લેતું નીકળ્યું. તેની ગાંસડીઓ બાંધી આગળ ચાલ્યા. ઘેાડે ગયા ત્યારે સીસાની ખાણુ જોઇ તેથી લેતુ નાંખી દઇ સીસુ લીધુ પણ એક આગ્રહી પુરૂષે તેમ કર્યું નહી. એ પ્રમાણે આગળ ચાલતાં તાંબુ, રૂપું, સાનુ, રત્ન વિગેરેની ખાણા જોઇ બધાએએ લીધેલ નિ:સાર વસ્તુના ત્યાગ કરી નવા નવા સારા પદાર્થો યાવત રત્ના લીધા, પણ પેલા આગ્રહીએ તે લીધેલ લેાતુ* પકડી રાખ્યું, પછી તે સર્વે ઘરે આવ્યા ને મેટા ધનિક થયા. તેમને જોઇ લાહુ ગ્રહણ કરનારે ઘણું પશ્ચાત્તાપ કર્યાં ને પેાતાની મૂખાઇ માટે ઘણુા ખેદ થયા. તેમ તમને પણ નિ:સાર ધમને પકડી રાખવાથી ને ઉત્તમ ધર્મના ત્યાગ કરવાથી પ્રશ્ચાત્તાપ થશે.
આ પ્રમાણે દશે પ્રશ્નાત્તરની વ્યાખ્યા કરી. તેના વધુ ખુલાસા રાયપસેણીમાં વિસ્તારથી આપેલ છે. તેમાં તે કુલ ૧૧ પ્રશ્નોત્તર છે, તેમાં છઠા પ્રશ્ન એ છે કે કોઇ ખળવાન યુવાન લેાઢા વિગેરે ઘણા ભારને ઉપાડે છે, તે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે પાંચ શેર જેટલે પશુ ભાર ઉપાડી શકતા નથી. જો શરીરથી જીવ જુદા હાય તા ભલે શરીર જીણુ થાય, પણ જીવ જીણુ થતા નથી તેથી ભાર કેમ ન ઉપાડી શકે ? તેના ઉત્તરમાં કેશી ગણુધરે કહ્યું કે, તેજ મળવાન પુરૂષ અતિ જીણુ કપડામાં મોટા લેાઢા વિગેરેના ભાર મૂકી વહુન ન કરી શકે, તેમ તે જીણુ શરીરથી ભાર વહન કરી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org