________________
(૯૨ ) પચાર વિનય છે. જો કે આ વિનય લોકિક છે, તે પણ તેમાં પ્રવૃતિ કરનાર જ ગુણ પુરૃષોને વિનય કરી શકે છે, તેથી તે વિનયભાવ વિનયનું કારણ હોવાથી અવશ્ય કરવા યોગ્ય છે.
(૩) વૈયાવચ્ચ. આચાર્યાદિક દશે જણને આહારદિક લાવી આપવા અથવા તેમના પગ દાબવા, કેડ દાબવી વિગેરે વિયાવચ્ચ કહેવાય. તેના દશ પ્રકાર છે તેને નામ. દશના નામ-આચાર્ય પાઠક પ્રવર્તક, સ્થવિર તપસી ગ્લાન;
નવદીક્ષિત સમાનધમ, ગણ સંઘે દશ માન.
(૪) સ્વાધ્યાય. તેના પાંચ ભેદ-વાંચન પૂછન પરાવર્તન, અનુપ્રેક્ષા તે એમ
ધર્મકથા સ્વાધ્યાય ધાન, પાંચે રાખો પ્રેમ. તે પાંચ ભેદ–૧ વાંચના-ભણવું ભણવવું ને વાંચવું તે. ૨ પૃચ્છના-પ્રને પૂછવા તે. ૩ પરાવર્તન-ભણેલું સંભારવું તે. ૪ અનુપ્રેક્ષા-તર્કવિતર્કો કરવા તે. ૫ ધર્મકથા–પિતાના જાણપણને અનુસારે બીજાઓને ધર્મોપદેશ કરે તે.
(૫) ધ્યાન. આ ચાર ધ્યાન દરેકના ભેદ સાથે. તેના ચાર ભેદ-આ રૌદ્રને ધર્મ શુકલ, હાવાં ધ્યાન તે ચાર,
પહેલાં બેને પરિહરી, ધર્મને શુકલ તે ધાર.
તે દરેકના ચાર ચાર ભેદ, ૧ આર્તધ્યાન- ઈષ્ટ વિગ અનિષ્ટ ગ, રેગ ચિંતા અશૌચ,
આ ધ્યાનના ભેદ એ, સદા ત્યાગવા શોચ. ૨ રૈદ્રધ્યાન- હિંસાનું મૃષાનુબંધી, સ્તેયાનુબંધી તેમ;
સંરક્ષણાનુબંધી સવી, તજે રેદ્રના તેમ. ૩ ધર્મધ્યાન- ટાજ્ઞા અપાય વિપાકને, સંસ્થાનવિચય ચાર,
હૃદય પ્રેમથી રાખજે, ધારી ધમ પ્રકાર. ૪ શુક્લધ્યાન- પૃથકત્વ એકત્વ વિતર્ક ને, સૂક્ષ્મક્રિયા નિવૃત્તી,
બુછિન્નક્રિયા અપ્રતિપાતી, શુકલધ્યાને સુખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org