________________
( ૮ ) બંધ કરી, તેમાં રહી કેઈ શંખ કે ભેરી વગાડે છે, તે ઘરને છિદ્ર પડ્યા વિના શબ્દ બહાર આવે છે, તેમ તે જીવ નીકળી શકે.
પ્રશ્ન ૪– એક ચેરને મારી તેનું શબ ઉપર કહેલ કુંભમાં નાખ્યું. તેને ઘણાકાળે જોતાં તેમાં કીડા પડેલા હતા. તે તે કુંભમાં છિદ્ર પડ્યા વિના જ શી રીતે પઠા?
ઉત્તર–એક લેઢાને ગળો અગ્નિમાં નાંખી અગ્નિવાળે કર્યો, તેને છિદ્ર પડ્યા વિના પણ તેમાં અગ્નિ પ્રવેશે છે, તેમ છિદ્ર પડ્યા વિના જીવ પર્વતાદિકને ભેદી અંદર જઈ શકે છે.
પ્રશ્ન –એક યુવાન બળવાન પુરૂષ ધનુષ્ય લઈ એક તીરવડે એકી સાથે પાંચ તવા વધે, તે બાળવયમાં તેમ તીર ફેંકી શકો નહોતો, તેથી શરીર ને જીવ જુદા કેમ માની શકાય?
ઉત્તર–ઉપરને જ પુરૂષ જીણું ધનુષ્યાદિવડે એકી સાથે પાંચ તવા ન વીંધી શકે, એ જ રીતે તે બાળક કળાશક્તિના અભાવે તવા વીંધી શકતું નથી.
પ્રશ્ન –એક ચોરને તેની પછી મારીને તે તે સરખો થ. જે જીવ જુદો હોય તે જીવ સહિતે વધારે ને જીવ રહિતે ઓછું થાય તેમ થયું નહી તે જીવ ને શરીર જુદા કેમ મનાય?
ઉત્તર–એક ચામડાની મસકને તેલી પછી વાયુ ભરી તેલીએ, તે પણ વજન વધે નહિ તેમ જીવનું વજન વધે નહિ. - પ્રશ્ન –જીવ જોવા માટે એક ચેરના તલ તલ જેવડા કકડા ક્ય પણ જીવ દેખાય નહી. - ઉત્તર–અરણિના કાણમાં અગ્નિ છે, છતાં તલ જેવડા કકડા કરીએ તે પણ અગ્નિ દેખાતો નથી, પણ તેના બે કકડા ઘસવાથી અગ્નિ પેદા થાય છે, તેમ જીવ પણ ઉપગથી જાણી શકાય છે.
પ્ર. ૮–જે જીવ શરીરથી ભિન્ન છે, તે તે પેસતા-નીકળતાં કેમ દેખાતો નથી ?
ઉત્તર-વાયુ રૂપી છે છતાં દેખાતું નથી પણ વૃક્ષે કંપાવવા વિગેરેથી જણાય છે, તેમ જીવ અરૂપી છે છતાં કાર્યથી જણાય છે. આ પ્રશ્ન –જે શરીર ને જીવ બને જુદા છે, તો હાથી મરીને કુંથુ અને કુંથુ મરીને હાથી થાય, તે વખતે હાથીને જીવ કુંથુના શરીરમાં અને કુંથુને જીવ હાથીના શરીરમાં કયાં રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org