________________
(૧૭૮). શાળા છે, સાતમા સુપાર્શ્વનાથ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથજીના ચાર ચાર કલ્યાણ કે અહીં થયાં હતાં, શ્રાવકના આશરે ૨૫ ઘર છે.
સિંહથી–તેની જગાએ હાલ હીરાવનપુર ગામ છે, અગીયારમાં શ્રેયાંસનાથજીને જન્માદિ ચાર કલ્યાણક અહી થયાં હતાં, સિંહપૂરીનું મંદિર ગામથી થોડે છેટે જંગલમાં છે, એક ધર્મશાળા અને બગીચો છે, મંદિરની વચમાં સમેસરણને આકાર, કલ્યાણ કેની સ્થાપના, વિશ્રુમાતાની મૂર્તિ, પાષણમાં અશોક વૃક્ષ અને ચૌદ સુપન અને મેરૂ પર્વત વિગેરે છે, સમવસરણની પશ્ચિમમાં ચંદ્રપ્રભુનું મંદિર વિગેરે છે.
ચંદ્રાવતી—ગંગાકિનારે શ્રી ચંદ્રપ્રભુજીનું ખુબસુરત મંદિર છે. તેમના જન્માદિક ચાર કલ્યાણક અહી થયાં હતાં. મંદિરથી ૩૦૦ કદમ દૂર એક ધર્મશાળા છે.
જયપુર–અહીં ઝવેરી બજાર અને મેઘવાળાના રસ્તા પર બે મંદિરે, શહેર બહાર દાદાવાડમાં એક મંદિર ને પગલા છે, ઘાટ દરવાજાથી બે માઈલ દૂર પણ એક મંદિર છે, શ્રાવકના ૧૨૫ ઘરે છે. અહીનું ચિત્રકામ, પ્રતિમાજી વિગેરે સારાં થાય છે.
જોધપુર–અહીં કુલ નવ મંદિર છે, જોધપૂરથી દેઢ કેશ પર ગુરાના તળાવ પાસે, બે મંદિર ને ધર્મશાળા છે, મેટા મંદિરમાં પાર્શ્વનાથજીની મુર્તિ અદભૂત છે, જોધપુરથી ઉત્તરે ત્રણ ગાઉ પર મંડાવર ગામે બે મંદિર છે, શ્રાવકની વરતી નથી. મોટા મંદિરમાં પાર્શ્વનાથજીના નીચે સં. ૧૨૨૩ ને લેખ છે.
એશિયા–અહીંયાં પહેલાં ઘણા દેરાસરે હતાં. હાલમાં અહીં એકજ દેરાસર શ્રી મહાવીર સ્વામીનું છે, તેની તથા કેરટાજીમાંથી શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે, તે બેની પ્રતિષ્ઠા ઓશવાળ વંશના સ્થાપક શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિએ એક સાથે બે રૂપમાં કરી છે, તેવા તે પરાક્રમી હતા, આ દેરાસર પણ તે જ વખતનું છે, તેને ફરી વિક્રમ સં. ૧૦૩૩ માં સમરાવેલું છે, આ પ્રતિમાજી નવા છે, ત્યાં એક ૧૦૩૩ ને લેખ છે, તેમાં પરિહારવંશ તથા વત્સરાજા જેને એક વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org