________________
(૪૭). પારહાર વિશુદ્ધી-કર્મોને ક્ષય કરવા માટે વિશેષ તપ કરવું, તે, ત્યાં એક નવ જણને ગચ્છ નીકળે, તે તીર્થંકર પાસે અથવા તીર્થકરના હાથે દીક્ષિત શિષ્ય પાસે, ચારિત્ર લેઈ ચોમાસામાં જઘન્યથી આઠમ, મધ્યમથી ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઊપવાસ કરે, શિયાલે જઘન્યથી છઠ, મધ્યમથી અઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઊપવાસ કરે, ઊનાળે જઘન્ય એક ઊપવાસ, મધ્યમથી છઠ, અને ઉત્કૃષ્ટ અઠમ કરે, આ પ્રમાણે નવ જણમાંથી પ્રથમ ચાર જણ છ માસ સુધી ગુરૂની આજ્ઞાથી તપકરે, ચાર જણ વૈયાવચ કરે, અને એક વાંચના ચાર્ય થાય તેની પાસે ભણવા પૂર્વક તપસ્યા કરે, પછી વૈયાવચ કરનાર ચાર જણ છ માસ સુધી તપસ્યા કરે, અને તપશ્યા કરનાર ચાર જણા તેમનું વૈયાવચ કરે, અને એક વાંચનાર્ય થાય પછી વાંચનાય છ માસ સુધી તપસ્યા કરે, અને આઠમાંથી સાત જણા તેનું વૈયાવચ કરે, અને એક વાચનાચાર્ય થાય, એ પ્રમાણે અઢાર માસ સુધી તપ કરી પછી ગચ્છમાં આવે અથવા જિન કલ્પીપણું આદરે છે, તેના બે ભેદ છે, તપસ્વીઓને જે ચારિત્ર હોય તે, નિાવશ માનસિક અને વૈયાવચયાઓને જે ચારિત્ર હેાય તે. નિર્વિષ્ટ કાયિક
સૂક્ષ્મ સંપરાય- હવે જેમાં કષાય થોડો હોય છે, ત્યાં નવમે ગુણ ઠાણે લેભના અસંખ્યાતા ખંડ ખંડ કરી, ઉપશમ શ્રેણવાળે ઉપશમાવે, અને ક્ષપક શ્રેણવાળ હોય તે ખપાવે, જ્યારે તે અસંખ્યાતા ખંડ માહે એક ખંડ બાકી રહે ત્યારે, તેના અસંખ્યતા સૂક્ષમ ખંડ કરી. દશમે ગુણ ઠાણે ક્ષપક હોય તે ખપાવે, તે દશમાં ગુણઠાણાનું નામ સૂક્ષમ સં૫રાય, અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મ સંપરાય છે, તેના બે ભેદ છે, શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક નામે પહેલે ભેદ હોય, અને અગિયારમે ગુણઠાણેથી ઊપશમણવાળે પડે તે તેને સંકિલષ્ટ માનસિક નામે બીજે ભેદ હાય.
યથાખ્યાત–જેમાં બીલકુલ કષાય હાય જ નહી તે, સર્વે જીવલેકને વિષે પ્રસિદ્ધ છે. તેના બે ભેદ છે. એક છાઘસ્થકતે ઉપશમ વાળાને અગિયારમે અને બારમે ગુણઠાણે હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org