________________
કે
(૧૧) ઉદયગિરી-ચઢાવ કઠણ છે. ઉપર શામલિયા પાર્શ્વનાથજીનામંદિરમાં કહીંક ચરણ પાદુકા અને બીજા નાના મંદિર છે, શિવાય ત્રણ મંદિરો પી ગયેલા છે, અહીથી ઉતરી સુવર્ણ ગિરીયે જવું.
સુવર્ણગિરી-- ઉપર એક ત્રાષભદેવનું અને બીજું શાંતિનાથજીનું મંદિર છે, કષભદેવના મંદિરની પશ્ચિમે એક પળ ગયેલ મંદિર છે, અહીંથી ઉતરી વૈભારગિરિ કે જેની ખેહમાં રેહિણી ચાર રહેતું હતું તે પર જવું.
ભારગિરીની તળટી–અહીં પાણીના પાકા બાંધેલા ૧૩ કુંડે છે, ત્યાં રાજા શ્રેણીકને સુવર્ણ ભંડાર છે, તેની નજીકમાં આદિશ્વરની કાર્યોત્સર્ગમય મૂતિ તથા નમિ વિનમિની આજીજી કરતી મૂતિ, નિર્માલકુવી છે, ત્યાંથી પાછા સુવર્ણભંડાર પાસે આવી ત્યાંથી પહાડ ઉપર ચઢવું.
વૈભારગિરિ-ચઢાવ કઠણ છે, ઉપર નીચે પ્રમાણે સાત મંદિરે છે. ૧ વાસુપૂજ્યનું, ૨ મહાવીર સ્વામીનું, ૩ બાબુનું, મહાવીર સ્વામીનું, તેની આજુબાજુ ત્રણ મંદિરા જીણું થઈ પડી ગયેલા છે. ૪ વીશે તીર્થકરોનું, ૫ માણેકચંદ ઓશવાળનું, આદિશ્વરજીનું, ૬ ગોતમ ગણધરનું, (જગત શેઠના વંશનું) ૭ ધન્ના શાલીભદ્રનું. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાનું છે, અહીંથી ઊતરી પાછા રાજગૃહી આવવું, ત્યાંથી ૪ કેશ પર કુંડલપુર છે.
કુંડલપૂર–આને લગભગ ૨૪.૦ વર્ષ પહેલાં “માહણકુંડ ગામ” અને આજકાલ વડગામ કહે છે, અહીં એક આદીશ્વર ભગવાનનું મંદિર છે. તેને જીર્ણોદ્ધાર યેવલાવાળા શેઠ રૂપચંદ રંગીલદાસે સં. ૧૯૬૦ માં કરાવ્યા છે.
બિહાર–તેને સુબે બિહાર પણ કહે છે, અહી ધર્મશાળામાં મહાવીરસ્વામીનું, બજારમાં ચંદ્રપ્રભુનું, અને અજિતનાથજીનું, તથા ખંઢ મહોલ્લામાં આદિશ્વર ભગવાનનું મળી કુલ ચાર મંદિરે છે.
અહીંથી બે કેશ પર તુંગી નામે ગામ છે, કે જે શાસ્ત્રોમાં કહેવાતી તેજ આ (તંગીયાનગરી) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org