________________ (173) નાડેલા–અહિંયાં ચાર દેરાસરે છે રમણીય છે, એકવીશમા પટ્ટધર શ્રીમાનદેવસુરિયે લધુશાંતિ અહીયાં બનાવી હતી. નાડેલાઈ–અહીંયા અગીયાર દેરાસરે છે, તેમાં નવ દેરાસર ગામમાં છે, અને બે ગામ બહાર છે, અહી નેમિનાથને ગેવ પાર્શ્વનાથજી પ્રસિદ્ધ છે. સાદરી-અહિયાં ચાર દેરાસરે છે, મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું છે. બાકી ત્રણ બીજાં છે. પાલી–(મારવાડ) અહિં નવલખા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે, તે સિવાય બીજા મંદિર તથા ઊપાશ્રય અને એક મોટી ધર્મશાળા, તેમ એક સારે જ્ઞાનભંડાર છે. જીરાવલા–તે મઢારથી દશ ગાઉના આશરે છે, ફરતી પર દેરી છે, મૂળનાયક પાર્શ્વનાથજીના સ્થાને હાલ શ્રી નેમિનાથજી બિરાજમાન છે, મંદિરની બાજુમાં એક ઓરમાં નાના પાર્શ્વનાથજી છે. બાકી બધી દેરીઓ ખાલી છે. ધી–તે જોધપૂર રાજ્યના મેડતાથી ચાર ગાઉ થાય છે, મૂળનાયક શામળા પાર્શ્વનાથજી છે, તે શ્રી શ્રીમાળી ધુંધલકુમારની ગાય દરરોજ બેરી તળે દુધ ઝરતી હતી, તેની ખબર તેને પી અને સ્વપ્ન આવ્યું તેથી તે સ્વપ્ના પ્રમાણે જમીનમાંથી સં. 1181 ની સાલમાં પ્રગટ થયા, તેને મંદિર કરાવરાવી સં. 1221 માં પ્રતિષ્ઠા કરી પધરાવ્યા છે, કેટ બહાર એક ચૌમુખજીનું મંદિર છે, અહીં આ સુદી 10 મેળો ભરાય છે. જેસલમેર–અહી આઠ મંદિર કીલ્લા ઊપર છે, અને નવ મંદિર ગામમાં એમ કુલ 17 મંદિર છે, તેમ કુલ પ્રતિમાજી પાંસઠ સડસઠ સો છે, એક જુને પુસ્તકને ભંડાર છે. - વિકાનેર–અહી આશરે પાંત્રીશ મંદિરે છે, વિકાનેરને વિકાજીરાવે 1450 પછી વસાયું કહેવાય છે, અહી શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં છે. પુસ્તી લખનાર લહીયા અહી ઘણું છે, સુતરની નવકારવાળી વગેરે ધર્મને ઉપકરણો સારાં મળે છે. 1 તીર્થમાળના સ્તવનમાં છે કે, (નાડોલાઈ જાદવ ગાડી સ્તરે-) તે આ તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org