________________ (14) મેટા–અહી વૈદ દેરાસર છે, પુસ્તકોને ભંડાર પણ છે, ઊપાશ્રય ધર્મશાળા વિગેરે છે, પણ શ્રાવકની વસ્તી ફક્ત 70-80 ઘરની જ છે. - નાગેર–અહી ઢાડીવાળાના, દફતરીના, અને ઘોડાવતના મહોલ્લામાં પાંચ મંદિરે છે, જેના પુસ્તક લખનાર લહીયા ઘણા રહે છે. ચીતડગઢ–અહી જુના બજાર પાસે બે મંદિર છે, અને ગઢ ઉપર રત્નેશ્વર તળાવ પાસે એક મંદિર ને ધર્મશાળા છે, જુના કીતિસ્થંભ પાસે તથા રસ્તામાં બે મંદિરે છે, પણ મૂતિવિના જીર્ણવસ્થામાં ખાલી પડ્યાં છે, છતાં તેની કારગિરી ઘણીજ ઉમદા છે, અહીં સુકેશલ મુનિની ગુફા છે, તેમને વાઘણે અહીં મારી ખાઈ ગઈ તે તેમની પૂર્વ ભવની માતા હતી, તેમના ગુરૂ શ્રી કીતિઘર તે તેમના સંસારી પિતાના ઉપદેશથી વાઘણને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેને જીવહિંસ ત્યાગી મુક્તિ મેળવી. કરેડા– ચીડગઢથી પશ્ચિમમાં 29 માઈલ પર આવેલું છે. આ મંદિર સં. ૬માં બંધાવેલું કહેવાય છે, ફરતી બાવન દેરી છે. પણ ખાલી છે, મુળ ગભારામાં 1 કરેડા પાર્શ્વનાથજીની અને એક બીજી એમ બે પ્રતિમાજી છે, દેરાસરજીને જીર્ણોદ્ધાર પાટણના શેઠ લલ્લુભાઈ જેચંદની મહેનતથી થયે છે. ઊદેપુર–અહી વચલા બજાર, કટવાળી પાસે, શેઠજીની વાવમાં, હાથીપાળ દરવાજે, અને ગામ બહાર ગાન વિગેરેમાં મળી 35-40 દેરાસર છે, શ્રાવકના ઘર આશરે 400 છે. આધાટપુર–ઉદેપુરથી દેઢ કેશ થાય છે, અહીં ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, અને સુપાર્શ્વનાથના મળી ચાર મંદિર છે, વિક્રમ સં. 1285 માં અહી જગચંદ્રસૂરિને તપાબિરૂદ મળ્યું હતું. કેસરીયાજી–આ શ્યામ મુતિ આદિશ્વર ભગવાનની છે, ઘણા વખતની જુની છે, લગભગ 1000 વર્ષ પર ગામની બહાર નીકળી હતી, તે રાવણને ભૂજદંડમાં રહેતી હતી, તે વિગેરે ઘણી હકીકત કેસરીયાજી વતાંતમાં જણાવેલ છે, કેસરીયાનું મંદિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org