________________
( ૮૧ )
પૂજાના પ્રકાર-વધુ સમજુતી. પૂજાના પ્રકાર–અંગપૂજા અગ્રપૂજા, ત્રીજી ભાવની ધાર;
પૂજા પ્રસંગે મુખ્ય આ, પરૂખ્યા ત્રણ પ્રકાર. તેને ખુલાસ-૧ અંગપૂજા–વિઘ ઊપશાંત કરનાર છે.
૨ અગ્રપૂજા–મહાન અભ્યદય પુન્યને સાધનાર છે. ૩ ભાવપૂજા–મોક્ષપદને આપવાવાળી છે.
જિનરાજની ભક્તિ પાંચ પ્રકારની છે. ૧ પુષ્પાદિકથી પૂજન. ૨ જિન આજ્ઞાનું પાળવું તે. ૩ દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ૪ મહોત્સવ કરવો તે. પ તીર્થયાત્રા કરવી તે.
ચાર પ્રકારના અનુષ્ઠાન ને તેની સમજ.
પ્રીતિ અનુષ્ઠાન, ૨ ભક્તિ અનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન.
૧ પ્રીતિ અનુષ્ઠાન–એટલે માતા-પિતા, સ્ત્રી, બહેન, દીકરી, બંધુ આદિકમાં જેમ જુદા જુદા પ્રકારની પ્રીતિ હોય છે, તેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વને ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખવી, તેઓ મહાન પૂજ્ય છે એમ ધારી પૂજકે વિધિસહિત પૂજા સેવાદિક કરવું તે. - ૨ ભક્તિ અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય છે, અને ભક્તિ-સેવાપૂજા કરવા યોગ્ય છે, એવા બહુમાનપૂર્વક, અપૂર્વ ભાવ અને પ્રસન્નચિત્ત વિધિસહિત તેમની ભક્તિભાવમાં પૂજકે અનુસરવું તે.
૩ વચન અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય પુરૂષ છે, તેથી તેમની અતિ ઉત્તમ ને સારા શબ્દમાં વિધિસહિત સ્તુતિ સ્તવનાદિક કરવું તે.
૪ અસંગ અનુષ્ઠાન–એટલે ભગવતે જેમ પુદ્ગુગલ પરવસ્તુને સર્વથા ત્યાગ કર્યો છે, એવા તે મહાનગી ત્યાગી પુરૂષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org