________________
(૧૩) શીતળનાથજીનું છે, આ પ્રતિમાજી મેટાને રમણીક છે, અહિ ઉપાશ્રય વિગેરે પણ છે.
વેરાવળ–અહિં બે-ત્રણ દેરાસર છે, સ્ટેશનથી થોડે દૂર એક ધર્મશાળા છે, અહીંથી બે ગાઉ ઉપર પ્રભાસ પાટણ છે.
પ્રભાસપાટણ–અહિં નવ દેરાસરે છે, તેમ ધર્મશાળા ઉપાશ્રય છે, તેમાં ચંદ્રપ્રભુનું દેરાસર ઘણું જ જુનું છે, તેમ ગામ પણ ઘણુંજ જુનું છે.
રિબંદર–અહીં ચાર-પાંચ દેરાસરે રમણિય છે તેમ ધર્મશાળા, ઉપાશ્રય છે.
જામનગર–અહીં નવશિખરબંધી અને ચાર ઘર દેરાસરે એમ ૧૩ દેરાસરે છે, તેમ ૮-૯ ધર્મશાળા ઉપાશ્રયાદિક છે. આ જામરાવળજીએ સં. ૧૫૪૦ માં વસાવ્યું છે.
માંગરોળ–અહીં ત્રણ દેરાસર છે, તેમાં નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર કુમારપાળનું બંધાવેલ છે, દર્શન કરવા લાયક છે તેમ બે ઉપાશ્રયો છે. આ ગામ ઘણું જુનું છે, તેનું પહેલાં રત્નગઢ નામ હતું, લગભગ બારમાં સૈકામાં મંગળપુરથી ઓળખાતું હતું.
પંચતીર્થી. અજારા પાર્શ્વનાથ આ પ્રતિમાજી લગભગ સાડાબાર લાખ વર્ષની ઘણી જુની કહેવાય છે, તે દેરાસરજીમાં એક ઘંટ સં. ૧૦૧૪ ની સાલને છે. પ્રતિમાજી રમણિય છે.
ઉના-અહિંયા કુલ પાંચ દેરાસર છે, તેમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું મંદિર ઘણું પ્રસિદ્ધ છે. તે સિવાય વિજયહિરસૂરીશ્વરજી, વિજયદેવસૂરીશ્વરજી, અને વિજયપ્રભસૂરીશ્વરજી–આ ત્રણે મહાન પુરૂષે અહીંયા કાળધર્મ પામ્યા છે, તેમના પગલાની છત્રીઓ તથા તે સિવાય પણ બીજા ઉત્તમ પુરૂના પગલાની દેરી છે, અહીં અકાળે ફળેલ આંબે તે હાલ મેજુદ છે. - દીવ-અહીંયા શ્રી નવલખા પાર્શ્વનાથજીનું રમણુય મંદિર છે, મૂર્તિ અદભૂત ને ચમત્કારી છે.
દેલવાડા–અહિંયા પણ એક રમણીય મંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org