Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६८२
० रत्नप्रभानित्यतामीमांसा 0 ર ઇમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ૬/૧૫ प जीवाभिगमे “इमा णं भंते ! रयणप्पभा पुढवी किं सासया असासया ? गोयमा ! सिय सासया सिय - असासया। से केणटेणं भंते ! एवं वुच्चइ - सिय सासया सिय असासया ? गोयमा ! दव्वट्ठयाए सासता,
वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं, फासपज्जवेहिं असासता। से तेणटेणं गोयमा ! एवं वुच्चति - सिय सासता सिय असासता” (जीवा. प्रति. ३/१/७८) इति । अत्र तु पर्यायार्थिकनयेन रत्नप्रभापृथिव्या नित्यत्वमुच्यत इति कथं न विरोधः ? ___अथैकस्यैव घटस्य मृद्रव्यापेक्षया पर्यायत्वं रक्तत्वादिगुणापेक्षया च द्रव्यत्वमिव एकस्या एव रत्नप्रभापृथिव्या द्रव्यार्थिकनयापेक्षया द्रव्यत्वं पर्यायार्थिकनयापेक्षया च पर्यायत्वमित्यभ्युपगमे तु न
कोऽप्यत्र विरोधः प्रतिभासते, जीवाभिगमे द्रव्यलक्षणाया रत्नप्रभापृथिव्या नित्यत्वोक्तेः इह च का पर्यायार्थिकप्रथमभेदेन पर्यायलक्षणायाः तस्या एव नित्यत्वोक्तेः । एवञ्च जीवाभिगमे रत्नप्रभापृथिवी
જ જણાવેલ છે, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી નહિ. જ્યારે તમે તો પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી રત્નપ્રભા પૃથ્વીને નિત્ય કહો છો. તેથી તમારી વાતને આગમની સાથે વિરોધ આવશે. આગમના પાઠો આ પ્રમાણે છે. જીવાજીવાભિગમ નામના આગમમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે નીચે મુજબ જણાવેલ છે કે –
પ્રશ્ન :- “હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે કે અશાશ્વત ?' ઉત્તર :- “હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે.”
પ્રશ્ન :- હે ભગવંત ! કઈ અપેક્ષાએ આવું કહેવામાં આવે છે કે “રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત રસ છે અને કથંચિત્ અશાશ્વત છે ?”
ઉત્તર :- “હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે. તથા વર્ણપર્યાયથી, Gી ગંધ પર્યાયથી, રસપર્યાયથી અને સ્પર્શપર્યાયથી અશાશ્વત છે. તે અપેક્ષાએ, હે ગૌતમ ! એવું કહેવાય
છે કે “રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે.” ર આ પ્રમાણે જીવાજીવાભિગમસૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીને દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી નિત્ય તરીકે જણાવેલ
છે, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી નહિ. જ્યારે તમે તો પર્યાયાર્થિકનયની દષ્ટિથી રત્નપ્રભા પૃથ્વીને નિત્ય કહો છો. તેથી તમારી વાતનો આગમ સાથે વિરોધ કેમ ન આવે?
છે વિરોધપરિહાર અંગે શંકા | સમાધાન - પૂર્વપક્ષ ચાલુ છે શંકા :- (અર્થ.) અમને તો અહીં વિરોધ જેવું લાગતું જ નથી. કારણ કે જેમ એક જ ઘડો માટીદ્રવ્યની અપેક્ષાએ પર્યાય છે તથા લાલ વર્ણ વગેરે ગુણની અપેક્ષાએ દ્રવ્ય છે; તેમ એક જ રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્ય છે તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ પર્યાય છે – આવું સ્વીકારીએ તો પ્રસ્તુતમાં કોઈ પણ પ્રકારના વિરોધને અવકાશ જ રહેતો નથી. જુઓ, જીવાજીવાભિગમ વગેરે શાસ્ત્રોમાં 1. इयं णं भदन्त ! रत्नप्रभा पृथ्वी किं शाश्वती अशाश्वती ? गौतम ! स्यात् शाश्वती, स्याद् अशाश्वती। अथ केनार्थेन મિત્ત ! વં ચતે - ચાત શાશ્વતી, હું અશાશ્વતી ? ગૌતમ ! થાર્થતા શાશ્વતી; વપર્ય, ન્યપર્વઃ, રસપર્યઃ, स्पर्शपर्यवैः अशाश्वती। अथ तेनार्थेन गौतम ! एवम् उच्यते - स्यात् शाश्वती, स्याद् अशाश्वती।