Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९०४
(લખી રાખો ડાયરીમાં.... ૪ - • સાધના એટલે સત્ત્વનું ઊર્ગીકરણ.
દા.ત. વજબાહુ. ઉપાસના એટલે શરણાગતિનું ઊર્ધીકરણ.
દા.ત. ગૌતમ સ્વામી. વાસનાની ગતિ ઓટ તરફ છે. ઉપાસના સદા ભરતી તરફ પ્રગતિશીલ, ઊર્ધ્વગામી
પગ માંડે છે. • બુદ્ધિને “અહ”નો પ્રેમ છે.
શ્રદ્ધાને “અદ્વૈ' નો પ્રેમ છે. • સાધનાના કેન્દ્રસ્થાને અપ્રમત્તતા છે.
દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ. ઉપાસનાના કેન્દ્રસ્થાને અહોભાવ છે.
દા.ત. ચંડદ્રાચાર્યના શિષ્ય. પ્રેમની સંકુચિતતા, વિકૃતતા, પંગુતા, પોકળતા વાસનામાં ફેરવાય છે. પ્રેમની વિશાળતા, ઊંડાઈ, ઊંચાઈ ઉપાસનામાં રૂપાંતરિત થાય છે. સાધના ધારદાર અને તેજદાર બનવા તત્પર છે. ઉપાસના હંમેશા નમણી અને નાજુક હોય છે. મધ્યાહ સમયે પણ વાસના અંધકારને શોધે છે. મધ્ય રાત્રિએ પણ ઉપાસના પરમાત્મપ્રકાશને ઝંખે છે.