Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 425
________________ ८/१८ * रोहगुप्तमतप्रवेशपरिहारः १०५१ प अनन्तत्वात् तत्प्रदेशे सकलजीवादिराशिरूपता न सम्भवतीति 'नोजीव' इत्यादिप्रयोगः कृतः । किन्तु राश्यन्तरमत्र नाऽभ्युपगम्यते इति न त्रैराशिकरोहगुप्तमतप्रवेशः । तदुक्तं विशेषावश्यकभाष्ये “न य रासिभेयमिच्छइ” (वि.आ.भा. २४७७) इति । विवक्षितजीवादनन्यरूप एव प्रदेशः जीवप्रदेशः नोजीवशब्दवाच्यः इत्यर्थः । T म अधिकम् अनुयोगद्वारसूत्र - विशेषावश्यकभाष्यतो विज्ञेयम्। क પ્રસ્થ સ્વરૂપબ્ધ “(૧) વો ગમતીો = વસતી, (૨) દ્દો વસતીો = સેતિયા, (૩) વત્તરિ મેતિયાઓ = कुलओ, (४) चत्तारि कुलया = पत्थो” (अनु.द्वा.सू.३१८) इति अनुयोगद्वारसूत्रे યુક્ત ‘સ્કંધ’ શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. જ્યારે ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશને દર્શાવવા માટે ‘નો’ શબ્દ વગર ‘ધર્માસ્તિકાય' વગેરે શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. આનું કારણ એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ - આ ત્રણ દ્રવ્ય સંખ્યાની દૃષ્ટિએ એક-એક છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશને સંપૂર્ણ ધર્માસ્તિકાયસ્વરૂપ કહેવું સંગત બને છે. પરંતુ જીવ અને પુદ્ગલસ્કંધ દ્રવ્ય સંખ્યાથી અનંત છે. તેથી કોઈ એક જીવપ્રદેશ સકલજીવરાશિથી અભિન્ન તો નથી જ. એક જીવપ્રદેશ સકલજીવરાશિના એક દેશસ્વરૂપ જે વિવક્ષિત જીવ છે, તેનાથી જ ફક્ત અભિન્ન છે. આમ જીવપ્રદેશને સકલજીવરાશિના એકદેશસ્વરૂપે દર્શાવવા માટે ‘નો' શબ્દનો પ્રયોગ શબ્દનય કરે છે. તે જ રીતે સ્કંધપ્રદેશ પણ સકલપુદ્ગલસ્કંધરાશિથી અભિન્ન નથી, પણ તેના એક ભાગથી જ અભિન્ન છે. આવું દર્શાવવા માટે સ્કંધનો પ્રદેશ નોસ્કંધસ્વરૂપે જણાવેલ છે. પરંતુ જીવરાશિ કરતાં નોજીવરાશિ સ્વતંત્રરૂપે અહીં માન્ય નથી. તેથી ઐરાશિક રોહગુપ્ત નામના છઠ્ઠા નિĀવના મતમાં પ્રવેશ થવાની આપત્તિ નહિ આવે. વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે જણાવેલ છે કે ‘રાશિભેદને સ્વતંત્ર નોજીવરાશિને સમભિરૂઢ (તથા શબ્દ) નય ઈચ્છતો નથી.' તેથી જીવથી અભિન્ન એવો જ પ્રદેશ એ જીવપ્રદેશ છે તથા નોજીવશબ્દનો તે જ અર્થ છે. આ નગમાદિના ભેદો ઉપનય નહિ, નય છે 21 (ધિ.) પ્રસ્તુત ગ્રંથમાં પ્રદેશ દૃષ્ટાંત દ્વારા નૈગમ આદિ પાંચ નયનું સ્વરૂપ જ દર્શાવેલ છે. સમભિરૂઢનયનું અને એવંભૂતનયનું નિરૂપણ પ્રદેશ દૃષ્ટાંતથી કરેલ નથી. કારણ કે અહીં જે મૂળ વાત ચાલી રહી છે કે ‘પ્રસ્થક વગેરે ત્રણ ઉદાહરણથી અશુદ્ધ-શુદ્ધ-શુદ્ધતર વગેરે નૈગમાદિના જે ભેદોનું નિરૂપણ શાસ્ત્રમાં ઉપલબ્ધ થાય છે તે ઉપનય તરીકે નહિ પણ નય તરીકે જ સમજવા' - તે વાતને સિદ્ધ કરવા માટે અનુયોગદ્વારસૂત્રના ઉપરોક્ત વચનનો સંદર્ભ પર્યાપ્ત છે. તથા પૂર્વે (૪/૧૩ તથા ૮/૧૫) પણ બે વાર પ્રદેશ આદિ દૃષ્ટાંતનું નિરૂપણ થઈ ચૂકેલ છે. તેથી પુનરુક્તિ દોષને કથંચિત્ ટાળવા માટે પણ અહીં સંપૂર્ણ સૂત્રસંદર્ભ દર્શાવેલ નથી. વ્યર્થ ગ્રંથવિસ્તાર દોષનું નિવારણ કરવાનો આશય પણ અહીં રહેલો છે. તેમ છતાં અધિક જિજ્ઞાસા ધરાવનાર વિજ્ઞ વાચકો અનુયોગદ્વારસૂત્રનું તથા વિશેષાવશ્યકભાષ્યનું અવલોકન કરીને ત્યાંથી પોતાની જિજ્ઞાસાને સંતોષી શકે છે. = (સ્વ.) પ્રસ્થકનું સ્વરૂપ અનુયોગદ્વારસૂત્રમાં વ્યવહારનયને આશ્રયીને આ પ્રમાણે જણાવેલ કે ‘(૧) બે અસૃતિ (માગદેશપ્રસિદ્ધ અસલી) ૧ પ્રકૃતિ, (૨) બે પ્રસૃતિ (પસલી) = ૧ સેતિકા, (૩) ચાર સેતિકા = ૧ કુડવ. તથા (૪) ચાર કુડવ = ૧ પ્રસ્થક.' માગધપરિભાષાને અનુસરીને ભાવપ્રકાશ 1. 7 ૬ રાશિમેમિતિ। 2. દે અમ્રુતી = પ્રકૃતિ, ઢે પ્રકૃતી = સેતિા, પતંત્રઃ સેતિાઃ = ડવ:, રત્નાર: ઝુડવાઃ = પ્રસ્થઃ =

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482