Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 461
________________ ८/२३ * औपचारिक प्रयोगनिर्देशः १०८७ एवं कुण्डिकाया अद्रवत्वेन स्रवणान्वयाऽसम्भवेऽपि तस्याः स्वगतजलेन सहाऽभेदमुपचर्य 'कुण्डिका स्रवति' इत्येवं लोका वदन्ति । યપિ “વાદળો વિદ્યોતતે - કૃતિવિદ્યુવમેવવિવક્ષાયાં પ્રો” (વા.૧.૨/૭/૨૦ છે.વૃ.) કૃતિ વાચपदीयवृत्तौ हेलाराजः आचष्टे तदप्यत्रानुसन्धेयम् । ૩પનક્ષળાવું ‘અનુવરા ન્યા’, ‘નવી પીયતે’, ‘ગોમા ડા’ ત્યાવીનાં પ્રદળમ્ । (i.) તે જ રીતે ‘ષ્ડિા હ્રતિ’ આ વાક્યપ્રયોગ વ્યવહારનયના તૃતીય વિષય સ્વરૂપે દર્શાવવાની પાછળ આશય એ રહેલો છે કે કુંડીમાં રહેલ પાણી, દૂધ વગેરે દ્રવીભૂત વસ્તુ માટીની કુંડીમાંથી ઝરી રહેલ છે. કુંડી દ્રવીભૂત વસ્તુ નથી કે તે ઝરી શકે. આમ સ્રવણ ક્રિયાનો અન્વય કુંડીમાં થઈ શકતો નથી. તેથી ‘કુંડી ઝરે છે' - આ વાક્યનો શક્યાર્થ બાધિત થાય છે. તેમ છતાં ‘કુંડી ઝરે છે', ‘ઘડો ઝરે છે'.... ઈત્યાદિ જે વાક્યપ્રયોગ લોકવ્યવહારમાં ઉપલબ્ધ થાય છે, તે ઉપચારથી જ સમજવો. ભિન્ન પદાર્થમાં અભેદનો વ્યવહાર કરવો તે ઉપચાર કહેવાય છે. છિદ્ર દ્વારા માટીની કુંડીમાંથી પાણી, દૂધ વગેરે દ્રવ પદાર્થ ઝરી રહેલ છે. કુંડીનો પાણી, દૂધ વગેરે સાથે અભેદ ઉપચાર કરીને ‘કુંડી ઝરે છે’ આ પ્રમાણે લોકો બોલે છે. જી અભેદઉપચાર અન્યદર્શનસંમત જી - (વિ.) ભતૃહિરએ રચેલ વાક્યપદીય ગ્રંથની વ્યાખ્યામાં હેલારાજ નામના વિદ્વાને “વાદળામાંથી વીજળીનો ચમકારો થાય ત્યારે ‘વાદળ ચમકે છે' . આ પ્રમાણે લોકો બોલે છે. વાસ્તવમાં વાદળ ચમકતું નથી. પરંતુ વીજળી ચમકે છે. તેમ છતાં વિદ્યુત સાથે વાદળના અભેદની વિવક્ષા કરીને ‘વાદળ ચમકે છે' - આ પ્રમાણે લોકો બોલે છે” . આ પ્રમાણે જે કહેલ છે તેનું પણ પ્રસ્તુતમાં વ્યવહારનયના ત્રીજા પ્રકાર સ્વરૂપે અનુસંધાન કરવું. * વિવિધ ઔપચારિક પ્રયોગોનો નિર્દેશ (પત્તક્ષા.) ઉપર જણાવેલ દૃષ્ટાંતો ઉપલક્ષણ સ્વરૂપ છે. તેથી ફક્ત ઉપરોક્ત ઉપચારો જ વ્યવહારનયસંમત ત્રીજા પ્રકારના વિષયના સીમાડામાં આવે છે તેવું નથી. પરંતુ આ સિવાયના અનેક ઉપચારોનો પણ વ્યવહારનયના ત્રીજા પ્રકારમાં સમાવેશ કરી લેવો. આ પ્રમાણે અહીં સૂચિત થાય છે. તેથી ‘અનુવરા ન્યા', ‘નદી પીવાય છે', ‘ઘેટી વાળ વગરની છે.'... ઈત્યાદિ ઔપચારિક વાક્યપ્રયોગો પણ વ્યવહારનયના ત્રીજા વિષય તરીકે ગણવા યોગ્ય છે. કન્યાને પેટ નથી હોતું - એવું નથી. પરંતુ તેની કમર અત્યંત પાતળી હોવાથી ‘આ કન્યા પેટ વગરની છે' - આવું ઔપચારિક કથન થાય છે. નદી પીવાતી નથી. પણ નદીનું પાણી પીવાય છે. તેમ છતાં નદી અને નદીગત પાણી વચ્ચે અભેદનો ઉપચાર કરી ‘નદી પીવાય છે' - આ પ્રમાણે ઔપચારિક વાક્યપ્રયોગ થાય છે. તે જ રીતે તાજેતરમાં જે ઘેટીના વાળ (=ઉન) ઉતારી લેવામાં આવેલ છે, તેવી ઘેટીની ચામડી ઉપર અતિ અલ્પ પ્રમાણમાં વાળ તો હોય જ છે. તેમ છતાં તે વાળ લણી શકાય તેવા નથી હોતા. તેથી ‘આ ઘેટી વાળ વગરની છે’ એવો પ્રયોગ કરવામાં આવે છે. આવો વાક્યપ્રયોગ કરવાની પાછળ વક્તાનું તાત્પર્ય એવું છે કે ઘેટી લણવાયોગ્ય વાળ વગરની છે. મતલબ કે ‘વાળ' શબ્દની ‘લણવા

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482