Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०९२ . देवसेनमतसमीक्षा :
८/२३ इत्थं व्यवहारनयस्य अष्टविधत्वेऽपि देवसेनेन आलापपद्धतौ (पृ.८) नयचक्रे (गा.३७) च 'द्रव्याणि जीवाऽजीवाः' इत्येवं सामान्यसङ्ग्रहनयभेदकस्य व्यवहारनयस्य शुद्धत्वं ‘जीवाः संसारिणो मुक्ताश्चे'त्येवं विशेषसङ्ग्रहभेदकस्य व्यवहारनयस्य चाऽशुद्धत्वमित्युक्त्या व्यवहारनयस्य यद् द्विविधत्वमुपदर्शितम् (दृश्यतां - शाखा-६/श्लो.१२), यच्च पूर्वोक्त(८/३)रीत्या आलापपद्धतौ “व्यवहारो द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च” (आ.प.पृ.२०) इत्येवम् आध्यात्मिकव्यवहारनयद्वैविध्यमुक्तं तत्तु जिनागमपरिभाषामर्मविद्भ्यो न रोचते, विभागस्य न्यूनत्वात्, जिनागमपरिभाषातः अत्यन्तं विपर्यस्तत्वाच्च । ભૂલવા જેવી નથી.
સ્પષ્ટતા :- પ્રસ્તુત સંપૂર્ણ પ્રબંધ વિચારતાં ફલિત થાય છે કે વાદિદેવસૂરિમતે નિશ્ચયપ્રતિપક્ષી વ્યવહારનય સહન ગત તૃતીય વ્યવહારનયથી અતિરિક્ત ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબ કુલ વ્યવહારનયના આઠ સ્વરૂપ છે. વ્યવહારનય (1) ભેદગ્રાહી છે, (૨) ઉત્કટ પર્યાયને ગ્રહણ કરવાથી લોકાનુયાયી છે, (૩) ઉપચારકારી છે, (૪) એકાંશગ્રાહી છે, સખંડ વસ્તુનો ગ્રાહક છે, (૫) પર્યાયાશ્રિત છે, (૬) પરાતિ છે, (૭) અશુદ્ધદ્રવ્યજ્ઞાપક છે તથા (૮) વિશ્વકલ્યાણકારી છે. તેથી વ્યવહારનયના વિષયો પણ આઠ પ્રકારના બને છે. તે જ રીતે નિશ્ચયનયના (૧) બાહ્યાર્થથી ઉપચરિત અત્યંતર પદાર્થનો ગ્રાહક, (૨) અનેક વ્યક્તિમાં અભેદગ્રાહી, (૩) વિમલ પરિણામનો પ્રેક્ષક – આ ત્રણ પ્રકાર આગલા શ્લોકમાં જણાવ્યા. તથા અહીં બાકીના પાંચ પ્રકાર આ પ્રમાણે જણાવેલ છે કે નિશ્ચય (૪) સદૂભૂત પરિપૂર્ણ અખંડ અર્થનો ગ્રાહક છે, (૫) દ્રવ્યાશ્રિત છે, (૬) સ્વાશ્રિત છે, (૭) શુદ્ધ દ્રવ્યનો પ્રજ્ઞાપક છે તથા (૮) સ્વકલ્યાણકારી છે.
ગ દેવસેનમતમાં અન્ય બે દોષ (ઘં.) આ રીતે વ્યવહારનયના બે નહિ પણ આઠ ભેદ છે. તેમ છતાં આલાપપદ્ધતિ અને નયચક્ર ગ્રંથમાં દેવસેન વ્યવહારનયના જે ફક્ત બે ભેદ પાડે છે, તે જિનાગમની પરિભાષાના રહસ્યવેત્તાઓને ગમતું નથી. તે બન્ને પ્રકરણમાં દેવસેને ‘દ્રવ્યના બે ભેદ છે – જીવ અને અજીવ’ – આવું કહેવા દ્વારા સામાન્ય સંગ્રહનયના વિષયનો ભેદ પાડનાર શુદ્ધ વ્યવહારનયને જણાવેલ છે. તથા “જીવના બે ભેદ છે - સંસારી અને મુક્ત' - આવું કહીને વિશેષસંગ્રહનયના વિષયમાં ભિન્નતાને જણાવનાર અશુદ્ધ વ્યવહારનયને જણાવેલ છે. દેવસેનજીએ આ રીતે વ્યવહારનયના આઠના બદલે ફક્ત બે જ ભેદ પાડેલા છે. તેમજ પૂર્વોક્ત (૮૩) રીતે આલાપપદ્ધતિમાં આધ્યાત્મિક વ્યવહારનયના સદ્દભૂત અને અસબૂત - આમ બે જ ભેદ દેવસેને દર્શાવેલ છે. તે પણ જિનાગમરહસ્યવેદીઓને નાપસંદ હોવાનું કારણ એ છે કે આ રીતે વ્યવહારનયનો વિભાગ કરવાથી વિભાગન્યૂનતા દોષ લાગુ પડે છે. એ રીતે કાંઈ “કાળો ભમરો, પર્વત બળે છે વગેરે પૂર્વે જણાવેલા વ્યવહારનયોનો સમાવેશ થઈ શકતો નથી. કેમ કે તેઓ સામાન્યસંગ્રહના કે વિશેષસંગ્રહના વિષયના ભેદક નથી તેમજ પૂર્વોક્ત (૮૩-૪-૫-૬-૭) સભૂત-અસભૂત વગેરે આધ્યાત્મિકવ્યવહારનયના પણ વિષય બનતા નથી. તથા દેવસેનમતમાં બીજો દોષ એ રહેલો છે કે એ રીતે પાડેલો વ્યવહારનયનો વિભાગ જિનાગમપરિભાષાથી અત્યંત વિપરીત પણ બને છે.