Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११०२
શાખા - ૮ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દિગંબર-શ્વેતાંબર શાસ્ત્રના આધારે અર્પિત-અનર્પિત નયની સિદ્ધિ કરો. ૨. પ્રદેશ, પ્રસ્થક અને વસતિ દષ્ટાંતમાં નૈગમનયમાં વ્યવહારનય અને સંગ્રહનય કરતાં શી રીતે
ભેદ પડે છે ? ૩. ઋજુસૂત્રનય વિશે સિદ્ધાંતમત અને સિદ્ધસેનમત જણાવો. તેની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી
મહારાજ સંગતિ શી રીતે કરે છે ? ૪. ઉપનયને નય કરતાં ભિન્ન માનવામાં શું આપત્તિ આવે ? ૫. વ્યવહારનયના ત્રણ પ્રકારો સદષ્ટાંત જણાવો.
નયના અવાંતર ભેદ પાડો તો ૫૦૦ કે ૭૦૦ થાય, ૯૦૦ ન થાય' - આ વાક્યની સિદ્ધિ
કરો.
૭. “ગો-બલિવઈ ન્યાય શું છે ? તેને માનવામાં નયની સંખ્યામાં કઈ આપત્તિ આવશે ? ૮. સૂયગડાંગસૂત્રમાં બતાવેલ વાવડીનું દૃષ્ટાંત જણાવો. ૯. “અર્પિતનય અને અનર્મિતનય પદાર્થના ગુણધર્મ છે' - તેવું દિગંબર અને શ્વેતાંબર આગમ દ્વારા
સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિકમાં અંતર્ભાવ કરતા શાસ્ત્રપાઠો આપો. ૨. વિભાજ્યતાઅવચ્છેદક એટલે શું ? દૃષ્ટાંત આપો. ૩. નિશ્ચયનયના આઠ વિષય કયા છે ? ૪. નિશ્ચયનયના કોઈ પણ બે પ્રકાર જણાવો અને તેના દષ્ટાંત આપો. ૫. “નોજીવ' ની જેમ “નોઆકાશ' શબ્દપ્રયોગ શા માટે નથી થતો ? ૬. “અર્ધજરતીય ન્યાય' ઓળખાવો. ૭. “વિભાવગુણપર્યાયની સમજણ આપો. ૮. ચાર પ્રકારના દ્રવ્યાંશ જણાવો. ૯. દિગંબરોને પણ ‘નય સાત છે” આ વાત માન્ય છે - આ સંબંધી શાસ્ત્રપાઠ આપો. ૧૦. સદ્ભુત વ્યવહારનયના પ્રકાર તથા તેના દૃષ્ટાંત જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. અન્ય નયના વિષયનું નિરાકરણ કરે તે નય અચૂક મિથ્યા બની જાય. ૨. જંબૂદ્વીપમાં દસ ક્ષેત્ર આવેલા છે. ૩. નિશ્ચયનય એકમાં અનેકતાનો ઉપચાર કરે છે.