SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ११०२ શાખા - ૮ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દિગંબર-શ્વેતાંબર શાસ્ત્રના આધારે અર્પિત-અનર્પિત નયની સિદ્ધિ કરો. ૨. પ્રદેશ, પ્રસ્થક અને વસતિ દષ્ટાંતમાં નૈગમનયમાં વ્યવહારનય અને સંગ્રહનય કરતાં શી રીતે ભેદ પડે છે ? ૩. ઋજુસૂત્રનય વિશે સિદ્ધાંતમત અને સિદ્ધસેનમત જણાવો. તેની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ સંગતિ શી રીતે કરે છે ? ૪. ઉપનયને નય કરતાં ભિન્ન માનવામાં શું આપત્તિ આવે ? ૫. વ્યવહારનયના ત્રણ પ્રકારો સદષ્ટાંત જણાવો. નયના અવાંતર ભેદ પાડો તો ૫૦૦ કે ૭૦૦ થાય, ૯૦૦ ન થાય' - આ વાક્યની સિદ્ધિ કરો. ૭. “ગો-બલિવઈ ન્યાય શું છે ? તેને માનવામાં નયની સંખ્યામાં કઈ આપત્તિ આવશે ? ૮. સૂયગડાંગસૂત્રમાં બતાવેલ વાવડીનું દૃષ્ટાંત જણાવો. ૯. “અર્પિતનય અને અનર્મિતનય પદાર્થના ગુણધર્મ છે' - તેવું દિગંબર અને શ્વેતાંબર આગમ દ્વારા સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ઋજુસૂત્રનયને દ્રવ્યાસ્તિકમાં અંતર્ભાવ કરતા શાસ્ત્રપાઠો આપો. ૨. વિભાજ્યતાઅવચ્છેદક એટલે શું ? દૃષ્ટાંત આપો. ૩. નિશ્ચયનયના આઠ વિષય કયા છે ? ૪. નિશ્ચયનયના કોઈ પણ બે પ્રકાર જણાવો અને તેના દષ્ટાંત આપો. ૫. “નોજીવ' ની જેમ “નોઆકાશ' શબ્દપ્રયોગ શા માટે નથી થતો ? ૬. “અર્ધજરતીય ન્યાય' ઓળખાવો. ૭. “વિભાવગુણપર્યાયની સમજણ આપો. ૮. ચાર પ્રકારના દ્રવ્યાંશ જણાવો. ૯. દિગંબરોને પણ ‘નય સાત છે” આ વાત માન્ય છે - આ સંબંધી શાસ્ત્રપાઠ આપો. ૧૦. સદ્ભુત વ્યવહારનયના પ્રકાર તથા તેના દૃષ્ટાંત જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. અન્ય નયના વિષયનું નિરાકરણ કરે તે નય અચૂક મિથ્યા બની જાય. ૨. જંબૂદ્વીપમાં દસ ક્ષેત્ર આવેલા છે. ૩. નિશ્ચયનય એકમાં અનેકતાનો ઉપચાર કરે છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy