________________
८/२५
• आध्यात्मिकाऽऽनन्द आविर्भावनीय: . प्रति दृष्टिद्वेषः स्वमतं प्रति दृष्टिरागो वा न स्यात् तदैव परमार्थतः समीक्षणाद्यधिकारः लभ्यते । मध्यस्थदशामुपलभ्य, ऊहापोहाभ्यां तत्त्वं परीक्ष्य, विवेकदृष्ट्या तत्त्वं निर्णीय य आनन्दो लभ्यते स एव आध्यात्मिकाऽऽनन्दो बोध्यः । निर्विवेकदृष्टिराग-द्वेषेर्ष्यादिना परमतसमीक्षणादितो य आनन्द रा उपलभ्यते स तु तामसो ज्ञेयः ।
तं दूरतः त्यक्त्वा आध्यात्मिकाऽऽनन्दोपलब्धये यतितव्यमित्युपदेशः। इत्थमेव “विरायइ । कम्मघणम्मि अवगए कसिणब्भपुडावगमे व चंदिमे” (द.वै.८/६४) इति दशवैकालिकसूत्रोक्तं निरभ्रराकेशसमं सिद्धस्वरूपम् आविर्भवेत् ।। ८/२५।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य
परामर्शकर्णिकाभिधानायां स्वरचितवृत्तौ अष्टमशाखायाम् __ आध्यात्मिकनयनिरूपण-देवसेनमतसमीक्षाभिधानः
अष्टमोऽधिकारः ।।८।। પ્રત્યે આંધળો દ્વેષ કે ઈષ્ય આપણામાં ન જન્મે તથા આપણા મત પ્રત્યે આંધળો રાગ પ્રવેશી ન જાય તો જ સમીક્ષા કે સમાલોચના કરવાનો અધિકાર પારમાર્થિક રીતે મળી શકે. આવી મધ્યસ્થદશા કેળવી, ઊહાપોહ દ્વારા તત્ત્વપરીક્ષા કરી, વિવેકદૃષ્ટિથી તત્ત્વનિર્ણય કરી જે આનંદ મળે તે જ આધ્યાત્મિક આનંદ સમજવો. સ્વમતનો આંધળો રાગ કે પરમતનો આંધળો દ્વેષ રાખી, ઈર્ષાભાવથી બીજાને હલકા ચિતરી જે આનંદ મળે તે તામસિક આનંદ જાણવો. | (સં.) આત્માર્થી જીવે આવા તામસિક આનંદથી સદા દૂર રહી, આધ્યાત્મિક આનંદ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. આવો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે જ વાદળરહિત છે શરદપૂનમના ચંદ્ર જેવું સિદ્ધસ્વરૂપ પ્રગટે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે “જેમ સંપૂર્ણ વાદળના પડલો રવાના થતાં ચંદ્ર શોભે, તેમ કર્મસ્વરૂપ વાદળા રવાના થતાં આત્મા શોભે છે.' (૮/૨૫) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા
સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની “પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની આઠમી શાખાના “કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં આધ્યાત્મિક નિરૂપણ અને દેવસેનમત સમીક્ષા નામનો આઠમો અધિકાર પૂર્ણ થયો.
આઠમી શાખા સમાપ્ત છે 1. विराजते कर्मघनेऽपगते कृत्स्नाभ्रपुटाऽपगमे इव चन्द्रमाः।