Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 468
________________ १०९४ ० द्रव्यदृष्टिः स्वसमय:, पर्यायदृष्टिश्च परसमय: ८/२३ व्यवहारे च नैगमाऽशुद्धसङ्ग्रह-व्यवहारनयाः अन्तर्भवन्ति । “ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ।।” (अ.उप.२/२६) इति अध्यात्मोपनिषदुक्त्यनुसारेण 'द्रव्यदृष्टिः स्वसमयः, पर्यायदृष्टिश्च परसमयः' इति परिभाषातः शुद्धात्मद्रव्यग्राहको निश्चयनयः तदितरे च व्यवहारनयत्वाऽऽक्रान्ता इति दिक् । प्रकृते आध्यात्मिकोपनयस्त्व म् - (१) भोजन-पान-वस्त्रपरिधानाधवसरे ‘नेहाऽहमेव केवल आत्मा, अन्येऽपि जीवाः सन्त्येवेति व्यवहारनयप्रथमविषयं चेतसिकृत्य किङ्कर-प्रेष्य-दीनाऽनाथ -भिक्षुकादिकं प्रति स्वचित्तमनुकम्पावासितं कार्यम् । (२) दया-दान-विनय-विवेक-विनम्रता-निर्दम्भतादिगुणगणविभूषितं साध्वादिकं दृष्ट्वा मनसि गुणानुरागाय, वचसि गुणानुवादाय काये च गुणानुकरणाय यतितव्यम् । ___ (३) 'पुस्तकं ज्ञानम्', 'जिनबिम्बं सम्यग्दर्शनम्', 'रजोहरणाद्युपकरणं चारित्रम्' इत्येवं निमित्त -नैमित्तिकयोः अभेदमुपचर्य ज्ञानादिकं प्रतीव पुस्तकाद्युपकरणं प्रति अपि स्वचेतसि बहुमानाऽऽदरादिभावमाधाय तदाशातनादिकं सततं परिहर्तव्यम् । સંગ્રહ અને વ્યવહાર નયનો સમાવેશ થાય છે. તેમજ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે અધ્યાત્મઉપનિષમાં જણાવેલ છે કે “જે જીવો પર્યાયમાં ગળાડૂબ છે, તે પરસમયમાં = અન્યદર્શનમાં = મિથ્યાદર્શનમાં રહેલા છે. તથા જે સાધકો આત્મસ્વભાવમાં લીન થયા છે, તેઓ ચોક્કસ સ્વસમયમાં (= જૈન દર્શનમાં) રહેલા છે.” આ કથન મુજબ ‘દ્રવ્યદૃષ્ટિ = સ્વસમય અને પર્યાયદષ્ટિ = પરસમય' - આવી પરિભાષા ઉપસ્થિત થાય છે. તે મુજબ શુદ્ધ આત્મદ્રવ્યને જે નય ગ્રહણ કરે, તે નિશ્ચયનય. તથા તે સિવાયના બધા જ નવો વ્યવહારનય - આ મુજબ ફલિત થાય છે. આ તો દિશાસૂચનમાત્ર છે. તે મુજબ હજુ આ વિષયમાં ઘણું વિચારી શકાય તેમ છે. તેવું જણાવવા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં વિ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. આ ઔપચારિક પ્રયોગોનો આધ્યાત્મિક ઉદ્દેશ છે. આધ્યાત્મિક ઉપનય :- (૧) ખાવા-પીવાનો કે ખરીદવાનો પ્રસંગ આવે ત્યારે “આ દુનિયામાં માત્ર હું એક જ જીવ નથી. બીજા પણ અનેક જીવો રહેલા છે' - આ રીતે વ્યવહારનયના પ્રથમ વિષયને યાદ કરી નોકર-ચાકર, ગરીબ માણસ, ભિખારી વગેરે પ્રત્યે આપણા હૈયાને અનુકંપાથી વાસિત કરવું જોઈએ. (૨) દયા, દાન, વિનય, વિવેક, નમ્રતા, નિર્દભતા આદિ ઉત્કટ ગુણધર્મો જે વ્યક્તિમાં દેખાય, તે વ્યક્તિ પ્રત્યે મનમાં ગુણાનુરાગ, વચનમાં ગુણાનુવાદ, કાયામાં ગુણાનુકરણ આવે તે માટે પ્રયત્ન કરવો. (૩) “પુસ્તક જ્ઞાન છે', “જિનપ્રતિમા સમ્યગ્દર્શન છે”, “રજોહરણ આદિ ઉપકરણો ચારિત્ર છે’ - આ રીતે પુસ્તકાદિ નિમિત્તકારણ અને નૈમિત્તિક જ્ઞાનાદિ કાર્ય વચ્ચે અભેદનો ઉપચાર કરી જ્ઞાનાદિની જેમ જ્ઞાનાદિના ઉપકરણો પ્રત્યે પણ બહુમાન ભાવ જાળવી, તેની આશાતનાને ટાળવા માટે સતત

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482