Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 429
________________ ८/१९ * प्रमाणलक्षणपरामर्शः १०५५ તસ્માત્ – નય-ઉપનય એ પ્રક્રિયા બોટિકની શિષ્યબુદ્ધિઅંધનમાત્ર જાણવી. *કૃતિ ૧૨૭ ગાથાર્થ ૫૮/૧૯૫ 21 क्रमेलकाऽऽपातन्यायः। इदमत्राऽऽकूतम् - यदि देवसेनेन नयभेदत्वादेवोपनयत्वेन ते त्रिविधाः सद्भूताऽसद्भूतोपचरितासद्भूतलक्षणा व्यवहाराः पृथगुक्ताः तर्हि “स्व-परव्यवसायिज्ञानं प्रमाणमि”ति (प्र.न.त. १/२) प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रोक्तलक्षणलक्षितस्य यद्वा “सम्यगर्थनिर्णयः प्रमाणम्” (प्र.मी. १/१/२) इति पूर्वोक्त (४/२) प्रमाणमीमांसादर्शितस्य, ज्ञानात्मकप्रमाणस्यैकदेशः मतिज्ञानादिकः म यद्वा तद्देशोऽवग्रहादिकः कथं नोपप्रमाणत्वेन पृथगुच्यते ? आक्षेप - परिहारयोः तुल्ययोग-क्षेमत्वात्। श न च मत्यादेः अवग्रहादेर्वा उपप्रमाणत्वं सम्मतं देवसेनस्य । उपप्रमाणापत्तिः उपलक्षणतया बोध्या । तेन ‘उपनिक्षेपः, उपज्ञानम्, उपदर्शनम्' इत्यादिकमपि देवसेनेन दर्शनीयं स्यात्, अन्यथा अर्धजरतीयन्याय For आपद्येत । प्रमाणबलायातः पदार्थः केन निवार्यते ? इति न्यायः प्रकृते लब्धावसरः । ततो नोपनयप्ररूपणाऽपि तेन कर्तव्या इति न्यायप्राप्तम् । तस्माद् देवसेनस्य नवविधनय-त्रिविधोपनयप्रक्रिया का આવશે જ. આ તો બકરું કાઢવા જતાં ઊંટ પેસી ગયા જેવું થયું. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે દેવસેનજીએ જો નયના ભેદ હોવાથી સદ્ભુત, અસદ્ભૂત અને ઉપચિરત અસદ્ભૂત આ ત્રણેય વ્યવહાર ઉપનય તરીકે અલગ જણાવ્યા હોય તો પ્રમાણના ભેદસ્વરૂપ હોવાથી મતિજ્ઞાનાદિ કે અવગ્રહાદિ ઉપપ્રમાણસ્વરૂપે કેમ અલગ ન જણાવ્યા ? કારણ કે (૧) પ્રમાણનયતત્ત્વાલોકાલંકારસૂત્ર નામના ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજી મહારાજે ‘સ્વ-પરનો નિશ્ચય કરનાર જ્ઞાન પ્રમાણ છે' આ પ્રમાણે પ્રમાણનું લક્ષણ દર્શાવેલ છે. (૨) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ પ્રમાણમીમાંસા ગ્રંથમાં ‘સમ્યગ્ અર્થનિર્ણય પ્રમાણ કહેવાય'- આમ જણાવેલ છે. પૂર્વે (૪/૨) આ સંદર્ભ દર્શાવેલ છે. તેમાંના કોઈ પણ વિશેષ પ્રકારના પ્રમાણલક્ષણથી લક્ષિત જ્ઞાનાત્મક પ્રમાણનો એક દેશ ભાગ મતિજ્ઞાન વગેરે છે. તથા તેનો દેશ અવગ્રહ, ઈહા, અપાય વગેરે છે. તેથી ‘નયના એક અવાન્તર ભેદ તરીકે જો ઉપનય કહેવાય તો પ્રમાણના એક અવાન્તર ભેદ તરીકે ઉપપ્રમાણ પણ દેવસેનજીએ દેખાડવું જોઈએ' આ વાત તુલ્ય યુક્તિથી સ્વીકાર્ય બની જાય છે. સવાલ અને જવાબ તો બન્ને પક્ષમાં સમાન જ છે. અર્થાત્ જે દલીલ-તર્ક ઉપપ્રમાણના ખંડન માટે દિગંબર બતાવશે, તે જ દલીલ-તર્ક ઉપનયના નિરાકરણ માટે સમર્થ હશે. તથા જે યુક્તિ સ ઉપનયનું સમર્થન કરવા માટે દિગંબર દર્શાવશે, તે જ યુક્તિ ઉપપ્રમાણનું સમર્થન કરશે. અહીં ઉપપ્રમાણની આપત્તિ ગ્રંથકારશ્રીએ દેવસેનને આપેલ છે, તે ઉપલક્ષણ છે. તેથી ઉપનિક્ષેપ, ઉપજ્ઞાન, ઉપદર્શન વગેરે પણ દેવસેને ઉપનયની જેમ જણાવવા પડશે. બાકી અર્ધજરતીય ન્યાય લાગુ પડશે. ‘પ્રમાણના બળથી પ્રાપ્ત પદાર્થનો પ્રતિકાર કોણ કરી શકે ?’ આ ન્યાય અહીં અવસરપ્રાપ્ત છે. માટે નય-ઉપનયની જેમ દિગંબરે પ્રમાણ-ઉપપ્રમાણ બન્નેનો સ્વીકાર કરવો પડશે. પરંતુ મતિજ્ઞાન વગેરે કે અવગ્રહ-ઈહા-અપાયાદિ જ્ઞાન ઉપપ્રમાણ તરીકે દિગંબર દેવસેનજીને સંમત નથી. તેથી ઉપનયની પ્રરૂપણા પણ દેવસેનજીએ ન કરવી જોઈએ. તેવું ન્યાયથી સિદ્ધ થાય છે. આ કારણથી દેવસેનજીએ દર્શાવેલ ♦ કો.(૧૨)માં ‘ધંધન’ પાઠ. પુસ્તકોમાં ‘બુદ્ધિબંધન...' પાઠ. * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. - 2 Im

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482