Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 433
________________ ८/२० ० ऋजुसूत्र-शब्दादिनयेषु अपि उपचारावलम्बनम् ० १०५९ कारणे सर्वसंवरसंयमे कार्यस्य निर्वाणस्य उपचाराद्” (वि.आ.भा.११३२ मल.वृ.) इति । आदिपदेन समभि-प रूदैवम्भूतनयौ ग्राह्यौ। एतेन “सद्दुज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव" (आ.नि.७८९) इति आवश्यकनियुक्तिवचनं व्याख्यातम् । अत्र “शब्द-ऋजुसूत्रयोः पुनः कारणे कार्योपचाराद् निर्वाणमार्ग एव निर्वाणं संयम एवेत्यनुमतम् । ऋजुसूत्रम् उल्लङ्घ्य आदौ शब्दोपन्यासः शेषोपरितननयानुमतसङ्ग्रहार्थः" (आ.नि.७८९ हा.वृ.) इति आवश्यकनियुक्तिहारिभद्रीवृत्तिवचनावलम्बनतः ‘निश्चयपदेन समभिरूढैवम्भूतौ एव ग्राह्यौ' इति कुत- क અત્યંત નિકટનું કારણ સર્વસંવર નામનું સંયમ છે. ચઉદમાં ગુણસ્થાનકે જે સર્વસંવર સંયમ છે, તે મોક્ષનું નિકટતમ કારણ હોવાથી તેમાં કાર્યસ્વરૂપ મોક્ષનો ઉપચાર કરવામાં આવે છે.” મતલબ કે કારણમાં કાર્યનો ઉપચાર શુદ્ધનયસ્વરૂપ નિશ્ચયનયમાં પણ માન્ય જ છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ શબ્દનય પછી આદિ લખેલ છે. તેનાથી સમભિરૂઢ અને એવંભૂત બન્ને નય ગ્રહણ કરી લેવા. આથી ફલિત એવું થશે કે ઋજુસૂત્ર વગેરે પાછલા ચારેય શુદ્ધનય = નિશ્ચયનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસંવર સંયમને મોક્ષ કહે છે. આમ વ્યવહારનયની જેમ નિશ્ચયનયમાં પણ ઉપચાર તો સ્વીકૃત જ છે. તેવું સિદ્ધ થાય છે. જ આવશ્યક નિર્યુક્તિવચન સ્પષ્ટીકરણ (ક્તિન.) “શબ્દ અને ઋજુસૂત્ર નયના મતે સંયમ એ જ નિર્વાણ છે' - આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં શ્રીભદ્રબાહુ સ્વામીજીએ જે જણાવેલ છે તેનું પણ સ્પષ્ટીકરણ અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. મતલબ કે ત્યાં પણ તાત્પર્ય એવું જ છે કે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત - આ ચારેય શુદ્ધનયોના મતે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસંવર સંયમ એ જ મોક્ષ છે. | દિગંબર :- અમે નિશ્ચયનયને ઉપચારગ્રાહક નથી માનતા તે પાછલા બે નયની અપેક્ષાએ સમજવું. મતલબ કે સમભિરૂઢ અને એવંભૂત નામના બે નિશ્ચયનય ઉપચારગ્રાહક નથી. આ રીતે વ્યવહાર (3 | કરતાં નિશ્ચય જુદો પડી જાય છે. આવું અમારું તાત્પર્ય સમજવું. ઇ સર્વ નયોમાં ઉપચાર માન્ય છે શ્વેતાંબર :- (ત્ર.) ભાગ્યશાળી ! તમારા કુતર્કનું નિવારણ તો અમે કરેલ “આદિ' પદના ખુલાસાથી થઈ જ જાય છે. તેમ છતાં તેનાથી તમને પૂરો સંતોષ ન થયો હોય તો ઉપરોક્ત “આવશ્યકનિર્યુક્તિ ગાથાની વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે વિવેચન કરેલ છે તેનાથી પણ તમારા કુતર્કનું નિરાકરણ થઈ જાય છે. આવશ્યકનિર્યુક્તિહારિભદ્રી વ્યાખ્યામાં જણાવેલ છે કે “સંયમ નિર્વાણનો માર્ગ છે. તેમ છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને શબ્દ અને ઋજુસૂત્ર નય સંયમને (= મોક્ષમાર્ગને) જ મોક્ષ માને છે. જો કે સાત નયના ક્રમ મુજબ પહેલાં ઋજુસૂત્રનય આવે. પછી શબ્દનય આવે. તેમ છતાં આવશ્યકનિયુક્તિમાં “ઋજુસૂત્ર-શબ્દનયના મતે ...” આવું કહેવાના બદલે મૂલયક્રમનું અતિક્રમણ કરીને શબ્દ-ઋજુસૂત્રના મતે...” આમ જે જણાવેલ છે તે શબ્દનય દ્વારા ઉપરના બે સમભિરૂઢ અને એવંભૂત નયને સંમત અર્થનો સંગ્રહ કરવા માટે છે.” અહીં સ્પષ્ટ રીતે શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ઋજુસૂત્ર, 1. શબ્દનુંસૂત્રો પુનઃ નિર્વાનં સંયમ હવા

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482