Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૮/૨૦ • नयवादप्रवृत्तिः आपवादिकी ।
१०६७ एतेन ‘साधूनां नयवादेषु प्रवृत्तिरुचिता न वा ?' इत्यपि समाहितम् । तदुक्तं तत्त्वार्थसूत्रवृत्ती न्यायविशारदेन “उत्सर्गतो हि पारमेश्वरप्रवचनपरिणतबुद्धीनां स्याद्वादाभिधानमेवोचितम्, परिपूर्णवस्तुप्रति- ५ पादकत्वात्। तद्व्युत्पत्त्यर्थितया तु शिष्याणामंशग्राहिषु नयवादेष्वप्यपवादतः प्रवृत्तिरुचितैव, ‘अशुद्ध वर्मनि रा स्थित्वा ततः शुद्धं समीहते' इत्यादिन्यायाद्,” (त.सू.१/३५/पृ.३९५ यशो.वृ.) इति भावनीयम् । प्रकृते ... “સત્વે વનિ સ્થિત્વ તતઃ સત્યં સમીદતે” (વા.૫.૨/૨૪૦) રૂતિ વીચાવી મર્ઝરિયન મર્તવ્ય
वस्तुतस्तु निश्चय-व्यवहारयोः द्रव्यार्थिक-पर्यायार्थिकरूपतैव । तयोश्च नैगमादिनयसप्तके सम-श वतारः पूर्वं (८/९) दर्शित एवेति आध्यात्मिकपरिभाषानुसारतो नैगमाद्यतिरिक्तरूपेण निश्चय क -व्यवहारनयप्रदर्शनमपि अतिरिक्तद्रव्यार्थिक-पर्यायार्थिकनयप्रदर्शनमिव देवसेनस्य नैव युज्यते । तदुक्तं लघीयस्त्रयतात्पर्यवृत्तौ “द्रव्यं श्रितो निश्चयनयो द्रव्यार्थिकः, पर्यायाश्रितो व्यवहारनयः पर्यायार्थिकः" (ल.त्र.१७ वृ.) इति घोटकाऽऽरूढो विस्मृतघोटको देवसेनः अपसिद्धान्तग्रस्तः सञ्जातः । 'न हि
ક ઉત્સર્ગથી રચાદ્વાદદેશના, અપવાદથી નચદેશના છે (ર્તિન.) “સાધુઓ નયવાદમાં પ્રવૃત્તિ કરે તો તે ઉચિત છે કે નહિ ?” – આવી શંકાનું પણ ઉપરોક્ત પ્રતિપાદન દ્વારા સમાધાન થઈ જાય છે. તેથી જ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “જિનપ્રવચનથી જેની બુદ્ધિ પરિણત થયેલી છે તેવા મહાત્માઓ ઉત્સર્ગથી (નયવાદના બદલે) સ્યાદ્વાદનું પ્રતિપાદન કરે તે જ ઉચિત છે. કારણ કે સ્યાદ્વાદ જ વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. પરંતુ જેમને સ્યાદ્વાદની સાચી સમજણ નથી પ્રાપ્ત થઈ તેવા શિષ્યો તો સ્યાદ્વાદની સાચી સમજણ મેળવવાની કામનાથી અંશગ્રાહી નયવાદમાં પણ અપવાદથી પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ ઉચિત જ છે. કારણ કે “અશુદ્ધ માર્ગમાં રહીને ત્યાંથી શુદ્ધ છે માર્ગની કામનાને સંયોગવિશેષમાં માણસ કરે છે' - આવા પ્રકારનો ન્યાય ઉપરોક્ત આપવાદિક નયવાદપ્રવૃત્તિનું સમર્થન કરે છે.” આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજે જે જણાવેલ છે તેનો શાંતિથી ! વિચાર કરવો. વાક્યપદીય ગ્રંથમાં ભર્તુહરિએ જે જણાવેલ છે કે “અસત્ય માર્ગમાં રહીને ત્યાંથી સાધક સત્યની = સત્યમાર્ગની કામના કરે છે' - તેનું પણ અહીં સ્મરણ કરવું.
_ સ્વત– નિશ્ચય-વ્યવહાર પ્રદર્શન અનુચિત ( (વસ્તુ) વાસ્તવમાં તો નિશ્ચયનય દ્રવ્યાર્થિકન સ્વરૂપ જ છે. તથા વ્યવહારનય પર્યાયાર્થિકસ્વરૂપ જ છે. તેમજ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનો સમાવતાર તો આ જ શાખામાં નવમા શ્લોકના વિવરણમાં દર્શાવેલ જ છે. તેથી આધ્યાત્મિક પરિભાષા મુજબ નૈગમાદિ સાત નયોથી સ્વતન્તરૂપે નિશ્ચય -વ્યવહારપ્રદર્શન પણ સ્વતન્ત દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના પ્રદર્શનની જેમ દેવસેન માટે અયોગ્ય જ છે. લયસ્રયતાત્પર્યવૃત્તિમાં જણાવેલ છે કે ‘દ્રવ્યનો આશ્રય કરવાના લીધે નિશ્ચયનય દ્રવ્યાર્થિક છે. તથા પર્યાયનો આશ્રય કરવાના લીધે વ્યવહારનય પર્યાયાર્થિક છે.” ઉપરોક્ત દિગંબર ગ્રંથને પણ દેવસેનજી ભૂલી ગયા. આ તો “ઘોડા ઉપર ચઢેલો માણસ ઘોડાને જ ભૂલી જાય' - તેના જેવું થયું. દિગંબરમતસ્વરૂપ ઘોડાને દિગંબર દેવસેન ભૂલી જાય તે બાબત અપસિદ્ધાન્તની આપાદક બને છે. “ખરેખર હરણનું