Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/२३ ० अनुपलब्धिकारणपरामर्श: 0
१०८३ (૬) મતિમા દિનશાસ્ત્રપરમાર્થ, (૭) શિવત્વા નિનહિ , (૮) વ્યવધાનJSHRISfમાના आवरणाद् मेघच्छन्नः राकेशादिः, (९) अभिभवाद् दिवा तारकादिः, (१०) समानाभिहाराऽपराऽभिधानात् साजात्यात् तण्डुलराशिपतितः विवक्षितः तण्डुलः, (११) अनुपयोगात् स्त्रीसक्तचेतसा शेषविषयः, (૧૨) અનુપાયવ્ વરમાપન ટુથરિમાન”, (૧૩) વિસ્મૃતેઃ પૂર્વોપધ્ધઃ ગૃહવિઃ, (૧૪) કુરુપદ્દેશાત્
નવ-રત્નાતિ, () મોદી માત્માદ્રિપાર્થ, (૧૬) વિર્ષના નીત્યર્વેઃ રૂપતિ, (૧૭) वार्धक्यादिविकारात् निखातनिधिभूमिभागः, (१८) भूखननादिक्रियाविरहाद् वृक्षमूलादिः, (१९) अनधिगमाद् अश्रुतशास्त्रेण शास्त्रार्थः, (२०) कालविप्रकर्षात् पद्मनाभतीर्थकरादिः, (२१) स्वभावविप्रकर्षाद् आकाशादिः सन्नपि नोपलभ्यते तथा न्यग्भूतत्वात् सन्नपि भ्रमरादिगतः शुक्लादिवर्णो नोपलभ्यत इति दृश्यम्।
(૬) બુદ્ધિ મંદ હોવાથી ગહન શાસ્ત્રોના પરમાર્થ સમજાતા નથી. (૭) અશક્ય હોવાથી પોતાના કાન વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું. (૮) વાદળથી ઢંકાયેલ પૂનમનો ચન્દ્ર વગેરે વ્યવધાનના = આવરણના લીધે દેખાતા નથી. (૯) સૂર્યના પ્રકાશથી અભિભવ થવાના લીધે દિવસે તારા વગેરે જોવામાં આવતા નથી.
(૧૦) ચોખાના ઢગલામાં મૂકેલો અમુક ચોખાનો દાણો ગોતવા છતાં સમાનાભિહારના = સાજાત્યના લીધે “આ એ જ છે' - આવી પ્રત્યભિજ્ઞાનો વિષય બનતો નથી, ઓળખાતો નથી.
(૧૧) સ્ત્રીમાં આસક્ત મનવાળા માણસને અનુપયોગથી બાકીના તમામ પદાર્થોનું ભાન થતું નથી. (૧૨) દૂધ વગેરેને માપવાનું સાધન ન હોવાથી થર્મોમીટર દૂધને માપી શકતું નથી. (૧૩) પૂર્વે જાણેલ-અનુભવેલ ઘર વગેરે વિસ્મૃતિદોષના લીધે યાદ આવતા નથી. (૧૪) સાચો ઉપદેશ, શિક્ષણ ન મળવાને લીધે સુવર્ણ, રત્ન વગેરે સાચી રીતે પરખાતા નથી. (૧૫) મોહના ઉદયથી આત્મા વગેરે પદાર્થો હોવા છતાં સમજાતા નથી. (૧૬) દૃષ્ટિની વિગુણતાના લીધે જેમ જન્માન્ય માણસને રૂપાદિ દેખાતા નથી. (૧૭) ઘડપણ વગેરે વિકૃતિના લીધે જ્યાં પૂર્વે નિધાન દાટેલ હોય તે જમીનનો ભાગ ઓળખાતો નથી.
(૧૮) જમીન ખોદવા વગેરેની ક્રિયા ન કરવાથી વૃક્ષના મૂળ વગેરે દેખાતા નથી. પરંતુ તેનો અર્થ એવો ન કરી શકાય કે વૃક્ષનું મૂળ છે જ નહિ.
(૧૯) શાસ્ત્રને ન સાંભળવાથી બોધ ન હોવાના લીધે શાસ્ત્રના પદાર્થોની સમજણ મળતી નથી. (૨૦) આવતી ચોવીસીના પદ્મનાભ તીર્થકર કાળની અપેક્ષાએ દૂર હોવાથી દેખાતા નથી.
(૨૧) આકાશ વગેરે પદાર્થો સ્વભાવથી દૂર રહેલા છે, પ્રત્યક્ષ અયોગ્યસ્વભાવવાળા છે. તેથી હાજર હોવા છતાં પણ દેખાતા નથી.
જેમ ઉપરોક્ત સ્થળે વિદ્યમાન પદાર્થો જણાતા નથી, તેમ ભમરામાં શ્વેત વગેરે વર્ણ વિદ્યમાન હોવા છતાં અનુત્કટ હોવાથી આંખેથી દેખાતા નથી. પરંતુ ન દેખાવાના લીધે ‘ભમરામાં શ્વેતવર્ણ નથી” - એમ કહી ન શકાય તેમ સમજવું. અનુપલબ્ધિના ૨૧ કારણોની વિચારણા અહીં પ્રાસંગિક સમજવી.