Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
८/२२ ० सूत्रकृताङ्गसूत्रविशेषविभावना 0
१०७५ श्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः। भेदविज्ञानेन समाधिं समधिगम्य धैर्यप्रभावेण उपसर्गादिष्वपि समतां मुनीद्र उपभुङ्क्ते इत्यर्थोऽत्र विद्योतितः। अत्र हि समाधौ नन्दनवनम्, धैर्ये दम्भोलिम्, समतायां शचीम्, ज्ञाने च महाविमानम् उपचर्य तादृशोपमाभिः मुनेः आन्तरस्वरूपं निश्चयनयो गृह्णाति । इत्थं मुनेः शक्रळ्या समृद्धत्वम् । अभ्यन्तरमुपमितमिति निश्चयनयप्रथमविषयोदाहरणमवसेयम् ।
अत्र “सर्वेऽपि पुद्गलाः कर्कर-चिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताऽभक्ततया परिणताः। ते सर्वे न मम। भिन्ना एते। तेषु का राग-द्वेषपरिणतिः ? - इत्यवलोकनेन समपरिणतिः = समता। सा शची = ( स्वधर्मपत्नी” (ज्ञा.सा.२०/२ वृ.) इति ज्ञानसारवृत्तौ ज्ञानमञ्जर्यां श्रीदेवचन्द्रवाचकः ।
एवं सूत्रकृताङ्गसूत्रगतद्वितीयश्रुतस्कन्धोपदर्शितश्रीपुण्डरीकाध्ययनाद्यर्थोऽपि प्रकृते निश्चयनय- क प्रथमविषयस्योदाहरणान्तररूपेण विभावनीयः। तत्र हि पुण्डरीकोत्खननोद्देशतः चतुर्दिगागतेन पुरुष-पि चतुष्टयेनाऽसमुद्धृतं महापुण्डरीकं पुष्करिणीतीरस्थमुनिध्वनित उत्पतितमित्युपमया मनुष्यलोकलक्षणનંદનવનમાં દેહાત્મભેદવિજ્ઞાનાત્મક મહાવિમાન દ્વારા પહોંચીને હૈર્યસ્વરૂપ વજને ધારણ કરનારા મુનિસ્વરૂપ ઈન્દ્ર ઉપસર્ગ-પરિષહોની વચ્ચે પણ સમતારૂપી ઈન્દ્રાણીની સાથે વારંવાર નિજસ્વરૂપસ્થિરતા રૂપી ક્રીડાને કરે છે - આવો અર્થ અહીં વિશેષ રીતે સૂચિત થાય છે. અહીં સમાધિમાં નંદનવનનો ઉપચાર, ધર્યમાં વજનો ઉપચાર, સમતામાં ઈન્દ્રાણીનો ઉપચાર, જ્ઞાનમાં મહાવિમાનનો ઉપચાર કરીને મુનિના આંતરિકસ્વરૂપને નિશ્ચયનય ગ્રહણ કરે છે. આ રીતે ઈન્દ્રની સમૃદ્ધિ દ્વારા મુનિની અભ્યત્તર સમૃદ્ધિની સરખામણી = તુલના કરાયેલ છે. આ પ્રમાણે નિશ્ચયનયના પ્રથમ વિષયનું ઉદાહરણ જાણવું.
જ સમતાનો પરિચય છે (સત્ર) ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં જણાવેલ છે કે “કાંકરા કે ચિંતામણિરત્ન વગેરે સ્વરૂપે પરિણમેલા તમામ પુદ્ગલો અને ભક્ત-અભક્તસ્વરૂપે પરિણમેલા તમામ | જીવો તે મારા નથી. તો તેના ઉપર રાગ-દ્વેષના પરિણામ શું કરવા ? – આવું વિચારીને સર્વ પુદ્ગલ અને જીવો ઉપર સમાન પરિણતિ કેળવવી તે સમતા કહેવાય. તે મુનીન્દ્રની પોતાની ધર્મપત્ની છે.”
આ પુંડરીક અધ્યયનનું તાત્પર્ય ૪ (જં.) સૂત્રકૃતાંગસૂત્રમાં આવેલ બીજા શ્રુતસ્કલ્પમાં દર્શાવેલ શ્રીપુંડરીક અધ્યયન વગેરેના પદાર્થ પણ આ રીતે પ્રસ્તુતમાં નિશ્ચયનયના પ્રથમ વિષયના અન્ય ઉદાહરણ સ્વરૂપે ઊંડાણથી વિચારવા યોગ્ય છે. “પાણીની વાવડીમાં રહેલ પુંડરીકને = કમળને ઉખેડવાના ઉદ્દેશથી ચારે દિશામાંથી આવેલા ચાર પુરષ દ્વારા તે કમળ ઉખેડી ન શકાયું. પરંતુ તે વાવડીના કિનારે રહેલા મહાત્માના અવાજથી તે મોટું કમળ આપમેળે ઉછળીને બહાર આવ્યું - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રમાં કથાનક જણાવાયેલ છે. વાસ્તવમાં આ કથા માત્ર કથાસ્વરૂપે જણાવવી અભિપ્રેત નથી. પરંતુ તે કથામાં રહેલ દરેક પદાર્થને ઉપમા બનાવવા દ્વારા બીજો જ કોઈક ગર્ભિતાર્થ જણાવવો અભિપ્રેત છે. તે આ રીતે - પાણીથી ભરેલી વાવડી એટલે મનુષ્યલોક. પાણી એટલે આઠ કર્મ. આઠ કર્મરૂપી પાણીથી છલોછલ ભરેલી મનુષ્યલોક